CII વડોદરા બ્રાન્ચ દ્વારા ઉદ્યોગ સમૂહોના મુખ્ય નાણાકીય અધિકારીઓ માટે એક દિવસીય CFO કોન્કેલવનું આયોજન

Spread the love

મિ.રિપોર્ટર, ૨૨મી નવેમ્બર. 

સીઆઇઆઈ વડોદરા બ્રાન્ચ દ્વારા આજે ઉદ્યોગ સમૂહોના મુખ્ય નાણાકીય અધિકારીઓ માટે એક દિવસીય CFO કોન્કેલવનું સંયોજન કરવામાં આવ્યું હતું.આ કોનકલેવમાં વડોદરાની આસપાસના મોટા ઔદ્યોગિક સમુહોના નાણાકીય આયોજન સાંભળતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ધ વેલ્યુ સર્જક થીમ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય અર્થતંત્રમાં જે રીતના ફેરફારો થઈ રહ્યા છે તેને જોતા ઔદ્યોગિક જગતને પણ પોતાના નાણાકીય આયોજનના સમીકરણો માં ફેરફાર કરવા પડી રહ્યા છે, ત્યારે આજ ની તાતી જરૂરિયાત વર્તમાન સમયમાં જેરીતે ફેરફારો થાય છે તેને અનુરૂપ નાણાકીય આયોજન કરવા જરૂરી છે. તે માટે સીઆઇઆઈ વડીદ્ર બ્રાન્ચે સેમિનાર યોજ્યો અને સેમિબારમાં 120 જેટલા ઉદ્યોગોના નાણાકીય આયોજન કરતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ બદલાતા આર્થિક અને નિયમનકારી વાતાવરણ થઈ ભારતના તેમજ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયોના વ્યવસાય પર બનેલી અસર ની ચર્ચા કરી ને તેમાંથી સરળતાથી કાઈ રીતે વ્યવસાય થાય તે છે. આના થકી ઉદ્યોગોમાં વ્યવસાયિક મોડલ્સ, નિયમનકારી પાસાંઓ અને શ્રેષ્ઠ પ્રથાઓના સંશોધન માટે સહાય મળશે.આ સેમિનારમા સીએફઓ અને ફાઇનાન્સિયલ હેડ વચ્ચેના વિચારો જાણીને અને મંતવ્યોના વિનિમયને સરળ બનાવશે.