ચીન તિબેટને વર્ષોથી પરેશાન કરી રહ્યું છે, દરેક સ્થળે પગ પેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે : તિબેટના રાષ્ટ્રપ્રમુખ

Spread the love

સુષ્મા સ્વરાજ કદથી ભલે નાના હતા પણ તેમનું વ્યક્તિત્વ ખુબ વિશાળ હતુઃ તિબેટના રાષ્ટ્રપ્રમુખ લોબસંગ સંગયે શ્રદ્ધાંજલિ આપી

વડોદરા-મી.રીપોર્ટર,૮મી ઓગસ્ટ.

ચીન તિબેટને વર્ષોથી પરેશાન કરી રહ્યું છે અને ચીન દરેક સ્થળે પગ પેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તિબેટના આસપાસમાં 10 મહત્વની નદીઓ આવેલી છે, જે એશિયાની સૌથી વધુ મહત્વની નદીઓ છે. જેને લઈને ભારત માટે પણ તિબેટ ભૌગોલિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વનું અંગ છે એમ તિબેટના રાષ્ટ્રપ્રમુખ લોબસંગ સંગયે આજે વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન જણાવી હતી.

દેશની ધારદાર વક્તવ્ય માટે જાણીતી અને દેશની પૂર્વ વિદેશમંત્રી સ્વ. સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા રાષ્ટ્રપ્રમુખ લોબસંગ સંગયે જણાવ્યું હતું કે, સુષ્માજી 2011 માં વિપક્ષી નેતા હતા, ત્યારે તેમને મળવાનું થયું હતું, ત્યારે તેઓએ સુષ્માજીને તેમના ધારદાર અવાજનું રાઝ પૂછ્યો હતો, ત્યારે સુષ્માજીએ જણાવ્યું હતું કે, તેઓ રોજ સાંજે ગરમ પાણીમાં મધ અને આદુનો રસ ભેળવીને પીતા હતા. સુષ્માજી કદથી ભલે નાના હતા પણ તેમનું વ્યક્તિત્વ ખુબ વિશાળ હતું.

તિબેટના રાષ્ટ્રપ્રમુખ લોબસંગ સંગયે પારૂલ યુનીવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે તિબેટની પરિસ્થિતિ, સંઘર્ષ અને તેની સામે અહિંસા અંગે ખાસ ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદમાં વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચીનના મામલે મોદી સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ કરતાં રાષ્ટ્રપ્રમુખ લોબસંગ સંગયે વધુમાં જણાવ્યું હતું કે, ચીનના કાવાદાવાઓ મામલે હવે મોદી સરકાર હસ્તક્ષેપ કરે તેમ એમે ઇચ્છી રહ્યા છીએ. ચીનના કારણે સુરક્ષામાં ખુબ જ મુશ્કેલ પડી રહી છે. તિબેટમાં ૩થી વધુ લોકો વિરોધ કરી શકતા નથી. જેના કારણે તેઓને જન્તર મંતર આવીને વિરોધ કરવો પડે છે.