પીએનબી કૌભાંડમાં મુખ્ય આરોપી નિરવ મોદીની હોલબોર્ન મેટ્રો સ્ટેશનથી ધરપકડ : વેસ્ટમિન્સ્ટર કોર્ટે જામીન અરજી ફગાવી

Spread the love

નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે ED, CBIએ બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો :  કૌભાંડનો ખુલાસો થયો હતો, તે પહેલાં જ નીરવ દેશ છોડીને ભાગી ગયો

નવી દિલ્હી-મિ.રિપોર્ટર, ૨૦મી માર્ચ

પીએનબીના રૂપિયા  13,700 કરોડ રૂપિયાના  કૌભાંડના આરોપી નિરવ  મોદી ની લંડનમાં ધરપકડ થઇ છે. લંડન પોલીસે હોલબોર્ન મેટ્રો સ્ટેશનથી નિરવની ધરપકડ કરી હતી. તે બાદ તેને બુધવારે વેસ્ટમિનસ્ટર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે સુનાવણીની આગામી તારીખ 29 માર્ચ નક્કી કરવામાં આવી છે. 

 પંજાબ નેશનલ બેન્કનું રૂ. 13,000 કરોડનું કૌભાંડ આચરનાર  નિરવમોદી થોડા દિવસો પહેલાં લંડનના રસ્તાઓ પર તેના બદલાયેલા લુક સાથે જોવા મળ્યો હતો. આ ઘટના બાદ તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી  હતી ને તેની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. નિરવની ધરપકડ પછી ભારત સરકાર બ્રિટન સમક્ષ પ્રત્યાર્પણનો પ્રસ્તાવ રજૂ કરશે.  ભારતથી સીબીઆઈ અને ઈડીની એક ટીમ લંડન માટે રવાના થશે. આ દરમિયાન નીરવ મોદી કેસ મામલે CBI અને EDની ટીમ સતત યુકે ઓથોરિટી અને લંડનમાં હાજર ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં રહેશે.

પ્રત્યાર્પણ વિશે થોડા દિવસ પહેલાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હચું કે, અમે આ કેસમાં કાર્યવાહી કરી રહ્યાં છીએ. લંડનમાં તે દેખાયો તેનો અર્થ એવો નથી થતો કે તેને તુરંત જઈને ભારત લઈ આવીએ. તેના માટે એક પ્રોસેસ હોય છે જે અમે કરી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ગયા વર્ષે ઓગસ્ટમાં નીરવ મોદીના પ્રત્યાર્પણનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમને ખબર છે કે, તે બ્રિટનમાં છે અને એટલે જ અમે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમે ઈડી અને સીબીઆઈ દ્વારા મળેલી માહિતીના આધાર પર પ્રત્યાર્પણ માટે પ્રસ્તાવ મુક્યો હતો. જોકે હજી બ્રિટનથી જવાબ આવવાનો બાકી છે.