Spread the love
મિ.રિપોર્ટર, ૭મી નવેમ્બર.
વડોદરા શહેરના ખારીવાવ રોડ પાસે આવેલા બાળ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળી અને નૂતનવર્ષે રાયગડ કિલ્લો હિંદવી સ્વરાજ્ય ના સંસ્થાક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજ નો કિલ્લો બનાવીને શુભેચ્છા પાઠવવામાં આવે છે. બાળ કૃષ્ણ સેવા ટ્રસ્ટ તરફ થી દર વર્ષે માતા-પિતા અને બાળકોને એક સોશિયલ મેસેજ પણ આપવામાં આવે છે. આ વખતે બાળકોને મોબાઈલ ફોનથી દુર રાખવાની અપીલ કરી છે. સંસ્થા દ્વારા ઉભા કરાયેલા કિલ્લાને લાભ પાંચમ સુધી જોઈ શકાશે.