ચેતજો : મોલમાં જતી યુવતી કે મહિલોને જાણવું છે કે, ચેન્જિંગ રૂમમાં કે પબ્લિક ટોયલેટ હિડન કેમેરો છે કે નહીં ? વાંચો….

www.mrreporter.in
Spread the love

ટેકનોલોજી- મી.રીપોર્ટર, ૧લી નવેમ્બર

દેશ જ નહિ પણ વિદેશમાં રહેતી યુવતીઓ કે મહિલાઓ શોપિંગ મોલ કે અન્ય ફેશનેબલ કપડાંની શોપના ચેન્જિંગરૂમ  કે પછી  મલ્ટીપ્લેક્સ પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરતી વખતે હંમેશા ચિંતિત રહે છે. તેઓ ને સતત ડર સતાવે છે કે, ક્યાંક કોઈ જગ્યાએ થી તેમના અંગત ફોટા તો નથી લેવાતા ને ? યુવતીઓ અને સ્ત્રીઓના મનમાં એવો પણ પ્રશ્ન થાય છે કે, ક્યાંક કોઈ હિડન કેમેરો તો નથી સંતાડ્યોને ?  યુવતી અને સ્ત્રીઓનો ડર પણ સાચો અને વ્યાજબી છે. કેમકે દેશ-દુનિયામાં આવા મામલા આવતા રહે છે. જ્યાં ચોરી છુપેથી યુવતી અને સ્ત્રીઓના અંગત સમયના ફોટાઓ કિલક કરી દેવામાં આવતા હોય છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ ડરમાંથી બચાવવા અને કોઈ જગ્યાએ હિડન કેમેરો લગાડ્યો છે કે કે ? તે જાણવાનું આસન થઇ ગયું છે. આના માટે યુવતી કે સ્ત્રીઓએ કોઈ મોઘાદાટ સાધનો વસાવાની જરૂર નથી. પણ યુવતી કે સ્ત્રીઓ પોતાના સ્માર્ટ મોબાઇલની મદદથી જ સરળતાથી કોઈપણ એરિયામાં હિડન કેમેરા વિશે જાણી શકશે. આના માટે યુવતી કે સ્ત્રીઓએ  પોતાના મોબાઈલમાં હિડન કેમેરા ડિટેક્ટર એપ ડાઉનલોડ કરવી પડશે. એપને એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ એપમાં તમને અલગ-અલગ પ્રકારના વિકલ્પ મળે છે, જેમાંથી તમારે ડિટેક્ટ કેમેરા બાય રેડિએશન મીટર પર ક્લીક કરવાનું હોય છે. તેના પર ક્લીક કર્યા બાદ તમને સ્ક્રીન પર સર્કલ અને કલરફુલ લાઈનો દેખાશે. આ દરમિયાન તમને સૂચના મળતી રહેશે કે આસપાસ કેમેરો છે કે નહીં. જો તમને સિગ્નલ મળવા માંડે તો ફોનને તે તરફ લઈ જાઓ અને જો ત્યાં કેમેરો હશે તો એપ તમને સૂચના આપશે.

ખાસ વાત એ છે કે, આ એપ એટલી એડવાન્સ છે કે, ઓછા પ્રકાશમાં પણ મહિલા  યુઝરને જણાવી દેશે કે, પોતે જે જગ્યાએ છે ત્યાં કોઈ હિડન કેમેરો છે કે નહીં. આ એપના પેડ વર્ઝનનને હજુ વધુ ફીચર્સની સાથે એડવાન્સ બનાવવામાં આવ્યું છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)