શ્રદ્ધાળુ માટે ચારધામના દરવાજા ખુલ્યા, 72 કલાક પહેલાં કોરોનાનો ટેસ્ટ કરાવી રિપોર્ટ અપલોડ કરવાથી બુકિંગ થશે

www.mrreporter.in
Spread the love
 
વડોદરા – મી.રિપોર્ટર, 25મી જુલાઈ .                      

ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, રુદ્રપ્રયાગના કેદારનાથ અને ચમોલીના બદ્રિનાથ સ્થિત ચારધામની યાત્રા કરવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ઉત્તરાખંડ સરકારે દરવાજા ખોલી નાંખ્યા છે. ચારધામની યાત્રા કરવા માંગતા શ્રદ્ધાળુએ રાજ્ય સરકારની શરતોનું પાલન કરવાનું રહેશે. પહેલી શરત એ છે કે શ્રદ્ધાળુએ આગમનના 72 કલાક પહેલા કોવિડ 19નો ટેસ્ટ કરવાનો રહેશે. ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને ઓનલાઈન મંજૂરી મળશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડની બહાર જનારા માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પ્રથમ 7 દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારબાદ જ દર્શન થશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.