વડોદરા- મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી એપ્રિલ

ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે સૃષ્ટિની ઉત્પતિ, બ્રાહ્માજી ધ્વારા આજના જ દિવસે સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેથી જ ચૈત્ર શુક્લ પ્રતિપદા એ હિંદુ નવ વર્ષ નવ સંવત્સર તરીકે ઓળખાય છે.

ચૈત્ર માસ એટલે શક્તિ ઉર્જાનો માસ આ જ માસના પ્રારંભમાં શક્તિની ઉપાસનાનો વિશેષ મહિમા વર્ણવેલો છે અને છેલ્લા 15 દિવસ એટલે ચૈત્ર કૃષ્ણ એકમથી અમાવસ્યા દરમિયાન પિતૃઓની ભક્તિનો વિશેષ મહિમા છે, અને સાથે સાથે ચૈત્ર માસમાં ભગવાન રામચંદ્ર અને હનુમાનજીનો જન્મ થયો માટે જ ચૈત્ર માસ એ શક્તિ અને ઉર્જા પ્રાપ્ત કરવા મહત્વનો ગણવામાં આવે છે. આપણા શાસ્ત્રમાં શક્તિના મહિમાને વિશેષ દર્શાવવામાં આવ્યો છે. શક્તિ વગરનુ મનુષ્યનું જીવન તેજ હીન થઇ જાય છે માટે જ શક્તિની કૃપા મનુષ્ય જીવન માટે મહત્વની છે

નવરાત્રિના 9 દિવસ માતાજીના 9 અલગ-અલગ સ્વરૂપના પૂજનનો વિશેષ મહિમા છે

  • પ્રથમ દિવસે શૈલપુત્રી માતા નુ પુજન અર્ચન “ઓમ શૈલપુત્રી અંબીકાયૈ નમઃ” આ મંત્ર બોલી સફેદ ફુલ તેમજ ખીર નુ નૈવેદ્ય અર્પણ કરી પુજન કરવુ.
  • બીજા દિવસે બ્રહ્મચારીણિ માતાનું પુજન “ઓમ બ્રહ્મચારીણ્યૈ નમઃ” આ મંત્ર બોલી લાલ પુષ્પ અને દાઢમ અર્પણ કરી પુજન કરવુ
  • ત્રીજા દિવસે “માં ચંદ્રઘંટા” માતાજી નુ પુજન ” ઓમ ચંદ્રઘંટાયૈ નમઃ” આ મંત્ર બોલી પીળુ ફુલ તેમજ પિળુ નૈવેદ્ય અર્પણ કરી પુજન કરવું
  • ચોથા દિવસે “માં કુષ્માંડા માતાજી ” ની ભક્તિ “ઓમ કુષ્માંડાયૈ નમઃ” આ મંત્ર બોલી મિઠાઈ નુ નૈવેદ્ય અર્પણ કરવુ.
  • પાંચ માં દિવસે સ્કંધમાતા નું પુજન ” ઓમ સ્કંધાંબીકાયૈ નમઃ” આ મંત્ર બોલી સફેદ પુષ્પ તેમજ સફરજન નુ નૈવેદ્ય અર્પણ કરવુ
  • છઠ્ઠા દિવસે કાત્યાયની માતાજી નુ પુજન ” ઓમ કાત્યાયની અંબીકાયૈ નમઃ” આ મંત્ર બોલી પીળુ પુષ્પ તેમજ ખીર અર્પણ કરી કરવુ
  • સાતમાં દિવસે કાલરાત્રી માતાજી ની ભક્તિ “ઓમ કાલરાત્ર્યૈ નમઃ” આ મંત્ર બોલી લાલ પુષ્પ તેમજ દાઢમ અર્પણ કરી કરવુ
  • આઠમા દિવસે મહાગોરી માતાજી ની ભક્તિ “ઓમ મહાગોરયૈ નમઃ” આ મંત્ર બોલી સફેદ પુષ્પ તેમજ ખીર અર્પણ કરી કરવી
  • નવમા દિવસે સિધ્ધિદાત્રી માતાજી ની ભક્તિ “ઓમ સિધ્ધિદાત્ર્યૈ નમઃ” આ મંત્ર બોલી લાલ પુષ્પ તેમજ મિઠાઈ અર્પણ કરી કરવી

 

     

  • મેષ-ઓમ ચંડીકાયૈ નમઃ
  • વૃષભ-ઓમ ઐ નમઃ
  • મિથુન-ઓમ ચામુંડાયૈ નમઃ
  • કર્ક-ઓમ મહાલક્ષ્મૈ નમઃ
  • સિંહ-ઓમ ચંદ્રઘંટાયૈ નમઃ
  • કન્યા-ઓમ ક્લીં ચંડીકાયૈ નમઃ
  • તુલા-ઓમ સરસ્વત્યૈ નમઃ,
  • વૃશ્ચિક-ઓમ કાલીકાયૈ નમઃ,
  • ધન-ઓમ સ્કંધાંબીકાયૈ નમઃ
  • મકર-ઓમ જગદંબાયૈ નમઃ
  • કુંભ-ઓમ શૈલપુત્ર્યૈ નમઃ
  • મીન-ઓમ ચંડીકાયૈ નમઃ

ઘટ સ્થાપના મુહુર્ત- સવારે 8 થી 9:30 સર્વ શ્રેષ્ઠ તેમજ બપોરે 12:15થી 3 વાગ્યા સુધીના મુહુર્ત ઉત્તમ છે

વડોદરાના જાણીતા જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ જણાવ્યું હતું કે, આપણાં શાસ્ત્રમાં લખેલું છે કે “કલો ચંડી વિનાયકો” એટલે કે કલિયુગમાં ગણપતિ અને દેવાની ઉપાસના એ શ્રેષ્ઠ અને શિગ્ર ફળદાયી ગણી છે. શાસ્ત્રમાં શક્તિની ઉપાસના માટે ચૈત્ર નવરાત્રી એ શ્રેષ્ઠ ગણી છે, ચૈત્ર નવરાત્રીમાં “માં ભગવતીની આરાધના પૂજન-અર્ચન એ અતિ શ્રેષ્ઠ ગણ્યા છે. ચૈત્ર નવરાત્રી પોતાના કુલદેવીની ભક્તિની સાથે મહાકાલી, મહાલક્ષ્મી અને માં સરસ્વતીનું એક સ્વરૂપ માં જગદંબાની ભક્તિ શ્રેષ્ઠ અને શિગ્ર ફળદાયી ગણી છે.

તેમણે વધુમાં જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમ્યાન વિદ્વાન બ્રાહ્મણો જોડે દુર્ગા સપ્તસતિ પાઠ (ચંડીપાઠ), ચંડીયજ્ઞ, નવચંડી યજ્ઞ કરાવવા લાભ કારી રહે છે. નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિ કરવાથી મનુષ્યના કષ્ટમાં રાહત થાય છે અને સાથે સાથે ગ્રહોના અશુભ ફળમાં રાહત પ્રાપ્ત થાય છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: