ચૈત્ર નવરાત્રી નો પાંચમો દિવસ : આજે સ્કંધમાતા ની ભક્તિ ને આરાધના કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે

www.mrreporter.in

ધાર્મિક રિપોર્ટર, વડોદરા. મી.રિપોર્ટર, ૬ઠ્ઠી એપ્રિલ.

સિંહાસનગતા નિત્યં પદ્માશ્રીતકરદ્વયા।
શુભદાસ્તું સદા દેવી સ્કંધમાતા યશસ્વિની।।

નવરાત્રી માં નવદુર્ગા ના સ્વરૂપોનું પૂજન અર્ચન કરવું વિશેષ ફળદાયી છે. નવરાત્રી ના પાંચમા દિવસે સ્કંધમાતા નું પૂજન અર્ચન કરવું જોઈએ. સ્કંધમાતા નવદુર્ગા નું પાંચ મું સ્વરૂપ છે. સ્કંધ માતા નો અર્થ થાય સ્કંધ ની માતા એટલે કાર્તિકેય ની માતા માં પાર્વતી નું જ આ સ્વરૂપ છે. માનો વર્ણ શુભ્ર એટલે કે સફેદ છે તેમને ચાર ભુજાઓ છે. બે હાથ માં કમળ એક હાથ માં કાર્તિકેય પકડેલા છે અને બીજો હાથ વરદમુદ્રા માં છે. સિંહ પર આરૂઢ સ્કંધમાતા સૂર્ય લોક ની અધિષ્ઠાત્રી દેવી કહેવાય છે. માતાજી નું સ્વરૂપ અલૌકિક અને તેજોમય છે. માં સદૈવ ભક્તો ની રક્ષા માટે તત્પર હોય છે અને ભક્તો ના દુઃખ હરવા માટે માં સદૈવ પ્રખ્યાત છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

સ્કંધ માતા ની ભક્તિ કરવાથી સુખ શાંતિ આનંદ સંતાન પુત્રાદી યશ ધન ની પ્રાપ્તિ થાય છે.

જે જાતકોને સંતાન નથી અથવા જેમના સંતાનો સદૈવ બીમાર રહેતા હોય અથવા સંતાનો ને સંકટો આવતા હોય તેમને ખાસ કરી ને આજ ના દિવસે સ્કંદમાતા ની પૂજા અર્ચના કરવી લાભ કારી છે.

www.mrreporter.in
જ્યોતિષાચાર્ય  સત્યમ જોષી

માં સ્કંધ માતા પોતાના ભક્તો માટે સદૈવ સોમ્ય અને આનંદ દાયીની હોય છે.

સ્કંધ માતાની ભક્તિ કરવા ખાસ લાલ સ્થાપન પર માતાજી ને બિરાજિત કરવા જોઈએ માતાજીને સફેદ અને લાલ પુષ્પ થી પૂજન કરવું જોઈએ વિશેષ કરી માતાજી ને ખીર નું અને દાઢમ નું નૈવેદ્ય અર્પણ કરી રીમ સ્કંધ મતાયે નમ: આ મંત્ર ની 1 માળા કરી ધુપ દીપ નૈવેદ્ય અર્પણ કરી આરતી કરવી લાભ કારી રહે.

ખાસ કરી આજ ના દિવસે વિદ્વાન બ્રાહ્મણ પાસે સંપુટિત ચંડીપાઠ કરાવવો જોઈએ અથવા દેવી યાગ કરાવવો લાભ કારી બને.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply