CBSE : ધો.10 અને 12ની બાકી વિષયોની પરીક્ષા 1લી થી 15મી જુલાઇ વચ્ચે યોજાશે

Spread the love
લોકડાઉનના કારણે હવે 83ની જગ્યાએ 29 વિષયોની પરીક્ષા થશે 

નવી દિલ્હી- મિ.રિપોર્ટર, ૮મી મે. 

દેશમાં લોક ડાઉન ના કારણે CBSE બોર્ડની સ્થગિત થયેલી ધો. 10 અને 12 ની પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.  કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે Tweet કરીને CBSE બોર્ડની પરીક્ષા અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,  સ્થગિત થયેલા 83 વિષયોમાંથી માત્ર 29 વિષયો માટે પરીક્ષા આયોજિત થશે. 

આજે મોડી સાંજે કેન્દ્રીય મંત્રી નિશંકે tweet કરીને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમય થી CBSEની ધો. 10 અને 12 ની બાકીની પરીક્ષાની રાહ જોવાઈ રહી છે.  જોકે હવે ૧લી જુલાઈ થી ૧૫મી જુલાઈ વચ્ચે યોજાશે.  હું આ પરીક્ષામાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા આપુ છું. 

CBSEએ 29 એપ્રિલના એક  Tweet કરીને સ્પષ્ટ કર્યું હતું કે હવે માત્ર એ મુખ્ય વિષયોની પરીક્ષાઓ થશે જે પ્રમોશન અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ માટે જરૂરી છે. બાકીના વિષયોની પરીક્ષા બોર્ડ આયોજિત નહીં કરે. આવા દરેક કેસમાં મૂલ્યાંકન અંગેના નિર્દેશ બોર્ડ અલગથી જાહેર કરશે. પરીક્ષા આયોજિત થવા જેવી પરિસ્થિતિ બનશે ત્યારે 83 વિષયોમાંથી માત્ર 29 વિષયો માટે પરીક્ષા યોજાશે. 

 ધોરણ- 10ની પરીક્ષા માત્ર ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે યોજાશે

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ત્રણ દિવસ પહેલા CBSEની 10મા બોર્ડની પરીક્ષા વિશે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓને છોડીને દેશમાં હવે 10માના વિદ્યાર્થીઓ માટે કોઇ પરીક્ષા કરાવવામાં નહીં આવે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.