34દિલ્હી- મી.રીપોર્ટર, ૨૦મી નવેમ્બર.
દેશમાં કોરોનાના સંકટને પગલે આ વર્ષે શૈક્ષેણિક કાર્યને માઠી અસર પડી છે. ત્યારે CBSEની 10માં અને 12માંની પરીક્ષાઓ નિશ્ચિત સમયે જ લેવાશે અને તેની સત્તાવાર જાહેરાત સાથે ટાઈમ ટેબલ પણ જાહેર કરાશે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)ના સચિવ અનુરાગ ત્રિપાઠીએ શુક્રવારે કહ્યું કે CBSEમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નિશ્ચિત રૂપે થશે અને તે અંગેનું શિડ્યૂલની જાહેરાત કરવામાં આવશે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનું ટાઈમટેબલ CBSE દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવે છે. જો કે વર્ષ 2019માં બોર્ડે નવેમ્બરની શરૂઆતમાં જ ડેટશીટ જાહેર કરી હતી. આ વર્ષે CBSE બોર્ડ પરીક્ષા 2021ની તારીખોની હજુ સુધી કોઈ માહિતી આવી નથી.
CBSE 10 અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષા-2021ને લઈને અનેક વિદ્યાર્થીઓને આશા છે કે પરીક્ષાને મે માસ સુધી સ્થગિત કરવામાં આવે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ, સામાન્ય શૈક્ષેણિક કેલેન્ડર મુજબ ફેબ્રુઆરી કે માર્ચમાં ધોરણ 10 અને 12માંની બોર્ડ પરીક્ષાનું આયોજન કરે છે.
(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.