CBIની ટીમ સિદ્ધાર્થ પીઠાની સાથે સુશાંતના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી, ક્રાઈમ સીન કરશે રિક્રિએટ, જાણો કેમ ?

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર, 22મી ઓગસ્ટ .

સુશાંત સિંહ રાજપૂતના મોતનો કેસ CBIના હાથમાં આવતાં જ કેસની તપાસ ઝડપી બની છે. CBIએ મુંબઈ આવ્યાના પહેલા દિવસ તમામ પુરાવા અને માહિતી બાંદ્રા પોલીસ પાસેથી એકઠી કરી હતી. હવે ટીમે કેસ સાથે જોડાયેલા દરેક વ્યક્તિની આકરી પૂછપરછ શરૂ કરી દીધી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસની કમાન CBIએ સંભાળી લીધી છે. સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાનીની CBI ટીમે પૂછપરછ કરી છે. જે બાદ સુશાંત સિંહ રાજપૂત જ્યાં મૃત હાલતમાં મળી આવ્યો હતો તે બાંદ્રા સ્થિત ઘરે CBIની ટીમ સિદ્ધાર્થ પીઠાની સાથે પહોંચી ગઈ છે. CBIની ટીમ ક્રાઈમ સીનનું રિકંસ્ટ્રક્શન કરશે તેવા અહેવાલો છે. સિદ્ધાર્થ પીઠાની ઉપરાંત CBIની ટીમ સાથે સુશાંતનો કૂક નીરજ છે. સુશાંતના ઘરે પહોંચેલી ટીમ સાથે દિલ્હીથી આવેલા ફોરેન્સિક એક્સપર્ટ્સ પણ છે.

સિદ્ધાર્થ પીઠાનીને 13 જૂને સુશાંતના ઘરે કોણ આવ્યું હતું? શું સિદ્ધાર્થ પીઠાનીએ ચાવીવાળાને બોલાવ્યો હતો અને પોલીસને આ ઘટનાની કોણ જાણ કરી હતી વગેરે જેવા સવાલો કરાયા છે.  CBIની ટીમે સુશાંતના કૂક નીરજ અને  હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાની પણ પૂછપરછ  કરી છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.