પેટ્રોલીયમ & એક્સપ્લોસીઝ સેફટી ઓર્ગેનાઇજેશનના અધિકારી અનિલકુમાર યાદવને ૧.૫૦ લાખની લાંચ લેતા CBI એ ઝડપ્યા

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૩મી જાન્યુઆરી

વડોદરા છેલ્લા કેટલાય દિવસથી ભ્રષ્ટ ઓફિસરનું કેન્દ્ર બની ગયું છે. ગાંધીનગર સીબીઆઇએ ચોક્કસ માહિતીના આધારે  સયાજીગંજના કમલ કોમ્પલેક્ષના ૮માં માળે આવેલી ભારત સરકારની પેટ્રોલીયમ એન્ડ એક્સપ્લોસીઝ સેફટી ઓર્ગેનાઇજેશન (પીઇએસઓ)ના અધિકારી અનિલકુમાર યાદવે રૂપિયા ૧.૫૦ લાખની લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સીબીઆઇની ટીમે લાંચ આપનારા સમ્રાટ કાપાડીયા અને તેના બે મિત્રોની પણ ધરપકડ કરી હતી. 

પેટ્રોલીયમ એન્ડ એક્સપ્લોસીઝ સેફટી ઓર્ગેનાઇજેશન (પીઇએસઓ)ના અધિકારી અનિલકુમાર યાદવે લાયસન્સ આપવા માટે અમદાવાદ સ્થિત પ્રિમીયમ હાઇડ્રો એન્જીનિયરીંગ, સીએનજી સીલેનડર ટેસટીંગ સર્વીસનો વ્યવસાય કરતા  સમ્રાટ કાપાડીયા પાસે રૂ. 1.50 લાખની માંગી હતી. આ લાંચની રકમ લઈને  સમ્રાટ કાપડીયા આજે તેના બે મિત્રો સાથે કારમાં વડોદરા આવ્યો હતો. જેની જાણ સીબીઆઇની ટીમને થતા જ તેમણે છટકું ગોઠવ્યું હતું.  શહેરના  ગેન્ડ સર્કલથી ઇન ઓર્બીટ મોલ તરફ જઈ રહેલા સમ્રાટ કાપડીયાની કારનો ફિલ્મીઢબે પીછો કરીને લાંચ આપનાર અનિલકુમાર યાદવ તથા લાંચ આપનારા સમ્રાટ કાપડીયા સહીત ચાર લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે….જુઓ…વિડીયો…