સાવધાન : કોરોના વાયરસ, પહોચ્યો ગુજરાત : ચીનથી આવેલા ગોધરાના વિદ્યાર્થીમાં દેખાયા લક્ષણો…..વાંચો…

Caution: Corona Virus, Reached Gujarat: Symptoms of a Godhra student from China ..... Read ...

હેલ્થ – વડોદરા, મી.રીપોર્ટર, ૩૧મી જાન્યુઆરી. 

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસથી માત્ર ચીનમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ચીનમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ તેની ઝપેટમાં આવી રહ્યા છે. આવો એક કેસ ગુજરાતમાં પણ દેખાયો છે. પંચમહાલ – ગોધરાના એક વિદ્યાર્થીમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા છે. આ વિદ્યાર્થી ચીનથી પરત ફર્યો છે.

અત્રે ઉલ્લેનીય છે કે, તાજેતરમાં 43 લોકો રાજ્યમાં પરત ફર્યા છે. વિદ્યાર્થીઓ તથા વેપારીઓને પરત લાવવા માટેની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કરાઈ રહી છે. વડોદરાની સાથે અમદાવાદમાં પણ આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ,  ચીનથી પરત ફરેલા વિદ્યાર્થીઓમાં પંચમહાલના એક વિદ્યાર્થીમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગે આ અંગે જરુરી પગલા ભરવાનું શરુ કરી દીધું છે. ચીનથી આવેલા ગોધરાના વિદ્યાર્થીને તાવના લક્ષણો દેખાતા તેને તપાસ માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બનાવવામાં આવેલા આઈસોલેશન રૂમમાં ખસેડવામાં આવ્યો છે. બે દિવસ પહેલા જ આ વિદ્યાર્થી ચીનના જિનજિયાંગથી પરત ફર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આ વિદ્યાર્થીનો સ્ક્રીનિંગ ટેસ્ટ કર્યા બાદ પુનેની લેબમાં રિપોર્ટ માટે તેને મોકલાશે જ્યાંથી વિદ્યાર્થીમાં વાયરસના લક્ષણો છે કે નહીં તેનો ચોક્કસ ખ્યાલ આવશે.

સમગ્ર મામલે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર સતત ચીન સાથે સંપર્કમાં છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ તથા વેપારીઓને પરત લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચીનમાં રહેલા ગુજરાતીઓને હજુ સુધી કોરોના વાઈરસનું ઈન્ફેક્શન લાગ્યું નથી.

Leave a Reply