આંશિક લોક ડાઉનમાં કેસો વધ્યા, વેપારીઓને ભારે આર્થિક નુકશાન, 13થી ગુજરાતના બજારો ખોલી નાંખો : વેપારી એસોસીએશન

www.mrreporter.in
Spread the love

વડોદરા-બિઝનેશ, મી.રિપોર્ટર, ૧૦મી મે

વડોદરા સહીત સમગ્ર ગુજરાતના વેપારીઓએ રાજ્યમાં કોરોના વાઈરસ ની ચેન તોડવા માટે સ્વૈચ્છીક લોક ડાઉનની સરકાર સમક્ષ માંગણી કરી ને તેનો અમલ શરુ કર્યો હતો. જોકે ૨૮ એપ્રિલ બાદ વડોદરા સહીત સમગ્ર ગુજરાતમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. એમા પણ ઘણા વેપારીઓ આંશિક લોક ડાઉન નું પાલન કરતા નથી અને ખુલ્લેઆમ દુકાનો અને શો રૂમ ચાલુ રાખી રહ્યા છે. જેના લીધે બંધ પાળતા વેપારીઓને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. જે આશય થી સ્વૈચ્છીક લોક ડાઉન નો અમલ કરવામાં આવ્યો હતો તે હેતુ જ સર થતો ન હોઈ આગામી ૧૩મી મે થી વડોદરા સહીત સમગ્ર ગુજરાતના બજારો ખોલી નાંખવા જોઈએ તેવી અમે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને  પત્ર લખી ને કરી છે એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશને અત્રે જણાવ્યું છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

કોન્ફેડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના મહામંત્રી અને વડોદરા વેપાર વિકાસ એસોસીએશનના કન્વીનર પરેશ પરીખે મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ ને જણાવ્યું હતું કે, ૨૮મી એપ્રિલ થી 12 મે સુધીના 15 દિવસના લોક ડાઉનમાં માત્ર ને માત્ર વેપારીઓને ભોગવવાનું જ આવ્યું છે. આંશિક લોક ડાઉન નો કોઈ અર્થ જ ન રહ્યો. અડધું બજાર બંધ અને અડધું બજાર ખુલ્લું. કોવિડની ગાઈડ લાઈન નું કોઈ જગ્યાએ સંપૂર્ણ પાલન ના રહ્યું. આંશિક લોક ડાઉનમાં કેસ ઘટવાની જગ્યા પર સતત વધી રહ્યા છે. લોક ડાઉન નું પાલન કરનારા પ્રમાણિક વેપારીઓ ને ભારે આર્થિક નુકશાન થયું છે.  અમારા એસોસિએશન સહીત અન્ય એસોસીએશનની પણ લાગણી છે કે ૧૩મી થી ગુજરાતના બજારો ખોલી દેવામાં આવે. આ માટે અમે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી ને પત્ર લખીને માંગણી કરી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.