કોરોના થી બચી ગયેલા સાવધાન, મ્યુકોરમાઈકોસિસ કોરોના દર્દી ને શિકાર બનાવે છે, આંખો ગુમાવી પડી શકે છે, કેમ છે ખતરનાક…વાંચો

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મી.રિપોર્ટર, ૮મી મે. 

દેશમાં કોરોના નો આતંક ઓછો હોય તેમ હવે કોરોના ના દર્દીઓ  જીવલેણ ફંગલ નો ભોગ બની રહ્યા છે. ગુજરાતના સૂરત, અમદાવાદ અને રાજકોટમાં આ ફંગલ ઈન્ફેક્શન નો રોગ પગપેસારો કર્યો છે. આ જીવલેણ ફંગલ વાઈરસ નું નામ છે , મ્યુકોરમાઇકોસીસ. આ બીમારીને કારણે  કેટલાયે દર્દીઓએ આંખો ગુમાવી પડી છે. આ સ્થિતિમાં આ બીમારી વિશે જાણવું જરૂરી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

જીવલેણ ફંગસ મ્યુકોરમાઈકોસિસ શું છે?

ફંગલ ઈન્ફેક્શન છે મ્યુકોરમાઈકોસીસ. જેને બ્લેક ફંગસ પણ કહેવાય છે. કોઈપણ વ્યક્તિમાં શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. તો અમુક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે.

આ ઈન્ફેક્શન કેવી રીતે થાય છે?

કોરોના વાઈરસમાંથી બહાર આવ્યા બાદ  મ્યુકોરમાઈકોસીસ  સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2 થી 4 દિવસ લાગે છે. જો કે, આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શનને રોકવા તાત્કાલિક આંખ કાઢવી પડે છે.

આ ઈન્ફેક્શન બાદ 20થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. ઈન્ફેકશનને મગજ સુધી પહોંચતું રોકવા માટે દર્દીઓની આંખ જ કાઢી નાખવામાં આવે છે. આમ છતાં આ રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો છે. આ રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવા પડે છે.

કોરોના પછી વધુ ખતરો કેમ?

કોરોના રિકવરી પછી ઈમ્યુનિટી સાવ ઘટી ગઈ હોય છે. જેને કારણે આવા દર્દીઓ આસાનીથી ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, કિડની, હાર્ટ એટેક અને કેન્સર જેવા કોમોર્બિડ દર્દી  તેનો જલ્દી થી  શિકાર બને છે. જે દર્દીઓને સારવારમાં સ્ટીરોઈડ અપાયું છે તેમના માટે વધુ ખતરો રહે છે.

આ બીમારીના લક્ષણો કેવા હોય છે?

આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, આંખ અને ગાલ પર સોજો, નાક બંધ થઈ જવું,  નાકની ઉપરના ભાગે કાળા ડાઘ થવા, માથામાં દુખાવો, સાયનસ, ઉધરસ અને શ્વાસની તકલીફ આ રોગના મુખ્ય લક્ષણો છે. આંખનું યોગ્ય મુવમેન્ટ ન થતું હોય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ.

આ રોગની સારવાર શું છે?

એમ્ફોટેરિસીન-બી ઈન્જેક્શન આ રોગની મુખ્ય સારવાર છે. દર્દીના વજન મુજબ પ્રતિ કિલો 5mg ડ્રગ આપવું પડે છે. જો કે, આ ઈન્જેક્શનની શોર્ટેજને કારણે ડૉક્ટર એન્ટી ફંગલ ટેબ્લેટ્સ અને લિપિડ ઈમ્યુલ્ઝન પણ આપતા હોય છે. મોટા ભાગના કેસમાં એક કરતાં વધુ ડૉક્ટરની જરૂર પડે છે જેમ કે, ઈન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ, ENT સર્જન, મેક્સિલોફેસિયલ સર્જન, ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટ. વળી સારવાર લાંબી ચાલતી હોવાથી રૂપિયા 5 લાખથી 30 લાખ સુધીનો ખર્ચ થાય છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.