કેન્સર ડે : કેન્સરથી ડરવા ની જરૂર નથી, દવા સાથે દૃઢતા રાખી હિંમતથી મુકાબલો કરો, અમે તો હંફાવી દીધું’

Spread the love

કેન્સર ડે : કેન્સરથી ડરવા ની જરૂર નથી, દવા સાથે દૃઢતા રાખી હિંમતથી મુકાબલો કરો, અમે તો હંફાવી દી

ભાયલી સ્થિત  સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓ અને કેન્સરને શરીરમાંથી કેન્સલ કરનાર મજબૂત મનોબળનાં દર્દીઓએ પોતાની કહાની વર્ણવી

હેલ્થ – મી.રિપોર્ટર, વડોદરા, 3જી ફેબ્રુઆરી.

 દેશમાં છેલ્લા 15 વર્ષમાં કેન્સરની સારવાર માટેના મશીનોની ટેક્નોલોજી અને દવાઓના ક્ષેત્રે થયેલા અત્યાધુનિક સંશોધનો અને તેની સારવાર મળવાને લીધે ઇલાજ તો શરૂ થઇ જાય છે પણ તેની સારવારમાં માનસિકતા હકારાત્મક રાખવી જરૂરી છે.

Cancer Day: No need to be scared of cancer, keep up the courage to cope with the drug, we did it '

કેન્સર દિનેે ભાયલી સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવા જ કેટલાક દર્દીઓએ  કેન્સરને કેન્સલ કરી ચૂકેલા આ લોકોએ સફળતાને એક વાક્યમાં વર્ણવી કે કેન્સરથી ડર્યા નહીં, હિંમતથી મુકાબલો કર્યો અને છેવટે હંફાવી દીધો. આ પ્રસંગે સ્ટર્લિંગ હોસ્પિટલના ઓન્કોલોજિસ્ટ ડો. જતીન દેસાઇ, નીરજ ભટ્ટ અને ડો.આશીષ કુમારે માર્ગદર્શન આપ્યું હતું. 

હિંમતભાઇ સોલંકી : મને લોહીની ઉલટીઓ થતી હતી અને તપાસ કરાવતા જાણ થઇ કે અન્નનળીમાં કેન્સરના કોષો છે. મેં હંમેશાં મારે જીવવું જ છે તેવો મનમાં દૃઢ નિર્ણય કર્યો હતો દવાઓ ચાલુ રાખી અને કેન્સર મટી ગયું હતું. આજે સામાન્ય જીવન જીવું છું.

રોશનભાઇ કાશીકર : બે વર્ષ પહેલાં એક અઠવાડિયા સુધી બીપી વધતાં તપાસ કરી, સીટી સ્કેનમાં સોજો જણાયો, કીડનીના કેન્સરનું નિદાન થયું અને સર્જરી કરાવી લીધી. હવે કેન્સર મટી ગયું છે. મારા મતે હવે 35 વર્ષ બાદ નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જોઇએ.

ગરવીબેન પટેલ : જ્યારે કેન્સર હોવાની જાણ થઇ ત્યારે મને નવ વર્ષનું સંતાન હતું. મેં નક્કી કર્યું હતું કે, હું હાર માનીશ નહીં, મને પહેલા સ્ટેજમાં જાણ થઇ ગઇ હતી. પણ સર્જરી કરાવવી પડી હતી. પહેલા અમદાવાદમાં સારવાર કરાઇ હતી. કેન્સરને હરાવવા માટે મનની શક્તિ ખૂબ જ જરૂરી છે.

મીત સોલંકી : નવ વર્ષના મીતના પિતા જશવંતભાઇએ જણાવ્યું કે, મીત સાઇકલ પરથી પડી ગયો અને પછી જે તપાસ કરાવી તેમાં તેના કેન્સરની જાણ થઇ હતી. આયુર્વેદિક દવાઓની અસર ન થતા એક તબક્કે સ્થિતિ વણસી હતી.પણ હાર ન માનતા સારવાર ચાલુ રાખી. કેન્સરથી ગભરાવવાની જરૂર નથી.