વજન ઉતારવા માંગતા લોકોએ સવારે બ્રેકફાસ્ટ કરતાં પહેલા એક કેળું ખાવાનું રહેશે અને ત્યાર પછી હૂંફાળું પાણી પીવાનું. ત્યાર બાદ સીધું બપોરે લંચ લેવાનું. કેળામાં સ્ટાર્ચનું પ્રમાણ ભરપૂર હોય છે. આ એક ખાસ પ્રકારનું સ્ટાર્ચ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. કેળાના સ્ટાર્ચને મોટા આંતરડામાં રહેલા બેક્ટેરિયા ફેટી એસિડમાં રૂપાંતરિત કરે છે. આ ફેટી એસિડ કોષોમાં પહોંચીને પોષણ આપે છે.
કેળાનું સેવન કેવી રીતે કરશો ?
આ ડાયટને ફોલો કરો ત્યારે સવારે નાસ્તામાં ફક્ત કેળું ખાવાનું છે. જો તમને વધારે ભૂખ લાગી હોય તો પહેલું કેળું ખાધાની 20 મિનિટ બાદ વધુ એક કેળું ખાઈ શકો છો. આ ડાયટ શરૂ કરશો ત્યારે થોડો વખત તમને ભૂખ લાગશે પરંતુ બાદમાં ટેવાઈ જશો. કેળું સુપરફૂડ છે એટલે શરીરને આમાંથી જરૂરી પોષકતત્વો મળી રહેશે. આ ડાયટનો સૌથી જરૂરી નિયમ એ છે કે તમે પોતાની ભૂખ કરતાં ઓછું જમો. મતલબ તમે સામાન્ય દિવસોમાં જેટલો ખોરાક લેતા હો તેનો 80% ખોરાક લો.
કેળું કેમ ફાયદાકારક?
કેળું વજન ઘટાડવામાં મદદરૂપ છે. મેટાબોલિઝમ સુધારીને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. કેળાને સુપરફૂડ અને ન્યૂટ્રીશનું પાવરહાઉસ કહેવામાં આવે છે. કેળામાં પોટેશિયમ અને ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે. કેળું ભૂખને શાંત કરે છે અને શરીરને એનર્જી આપે છે.