કોરોના ના કહેર ને જોતા આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર મોટું પગલું ભરી શકે છે ? કઈ રાશી ને અસર, વાંચો કેમ ?

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રો ગુરુ- મી.રિપોર્ટર, ૧૦મી મે.

દેશમાં કોરોના નો વિસ્ફોટ યથાવત છે. લગભગ રોજ 4 લાખની આસપાસ કેસો નોધાઇ રહ્યા છે અને 4 હજારની આસપાસ લોકો કોરોના ના લીધે મૃત્યુ પામી રહ્યા છે. આવામાં જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની ચાલના લીધે કોરોના નું સંકટ વધુ ઘેરું બનશે. 14 મેથી સૂર્યના વૃષભમાં ગોચર સાથે કોરોના સંકટ વધુ ઘેરું બનશે. વૃષભ, મિથુન, ધન રાશિના જાતકો અને તેનાથી પ્રભાવિત લોકો ગંભીર સમસ્યાનો શિકાર બનશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા મજબૂર થશે

વૃષભ સંક્રાંતિની કુંડળીમાં સૂર્ય, શુક્ર, રાહુ અને બુધનો સંયોગ પાંચમા ભાવમાં રચાય છે, જે રોગચાળાને કાબૂમાં લેવાની સરકારની નીતિઓમાં મોટા પરિવર્તનની નિશાની છે. તેમજ કુંડળમાં છઠ્ઠા સ્થાને એટલે કે રોગ ભાવમાં ચંદ્ર અને મંગળનો યોગ છે, જેના કારણે આ રોગચાળાની બીજી લહેરની અસર હજુ આગામી કેટલાક મહિનાઓ સુધી રહી શકે છે. તેમજ છઠ્ઠા ભાવામાં રહેલા મંગળ ગ્રહની આઠમી દ્રષ્ટિ લગ્ન ઘરમાં બેઠા શનિ પર પડી રહી છે તે પણ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક મોટા પગલાં ભરવાના સંકેત આપી રહ્યા છે.

વૃષભમાં શુક્રનું આગમન જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો ? 

જ્યોતિષ શાસ્ત્રમાં મેષ રાશિથી મીન રાશિ સુધીની તમામ રાશિને માનવ શરીરના કેટલાક ભાગનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. મેષ રાશિથી માથું, વૃષભ રાશિથી ગળું અને નાક, મિથુન રાશિથી કાન અને શ્વાસની નળી, કર્ક રાશિથી ફેફસાં, સિંહ રાશિથી હૃદય વગેરે. મેદિની જ્યોતિષમાં કહેવામાં આવ્યા મુજબ જુદી જુદી રાશિમાં જુદા જુદા ગ્રહોના ગોચરથી દેશ અને વિશ્વમાં વિવિધ રોગોના વિસ્તરણ અને ફેલાવાને લઈને વિચાર પ્રગટ કરવામાં આવ્યા છે તેમજ તેના આધારે આગાહીઓ કરવામાં આવી છે.

વૃષભ રાશિ ગળા અને નાક સાથે સંબંધિત છે જ્યાંથી આ વાયરસ પ્રથમ પ્રવેશ કરે છે. તેવામાં હવે 14 મેના રોજ સૂર્ય રાત્રે 11. 25 વાગ્યે વૃષભ રાશિમાં આવશે અને રાહુ સાથે યુતિ કરશે જ્યાં શુક્ર અને બુધ પણ ગોચર કરી રહ્યા છે. તે સમયે મિથુન રાશિમાં મંગળ અને ચંદ્ર રહેશે. તેવામાં એ શક્યતા પૂરે પૂરી છે કે કોરોનાની બીજી લહેર આ સમય દરમિયાન તેના સૌથી વધુ જુવાળ પર હશે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.