વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ઓછો થયો નથી. હાલમાં વિશ્વના જુદાજુદા દેશોના વૈજ્ઞાનિક અને ડોક્ટર્સ કોરોના વાઈરસની મહામારીનો ઉકેલ લાવવા માટે સતત પ્રયોગ કરી રહ્યા છે. જુદાજુદા દેશોમાં થઇ રહેલા રિસર્ચ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (WHO)નું એક મહત્વનું રિસર્ચ સામે આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન હવે એ બાબતનું સંશોધન કરી રહ્યું છે કે શું BCG (Bacille Calmette-Guérin) જે ટ્યૂબરક્યુલોસિસ (TB)માં મદદે આવતી રસી હતી. તે કોરોના વાયરસ સામે લોકોને રક્ષણ આપી શકે છે કે કેમ! સંયુક્ત રાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર હાલ બે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે. જ્યારે પણ આ બાબતે કંઈ વધારે પ્રોગ્રેસ આગળ ચાલશે તો WHO તરત જ તેની પ્રતિક્રિયા આપશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને કહ્યું હતું કે,’ હાલમાં સબૂતોના અભાવના કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન કોવિડ-19 માટે BCGના રસીના અમલીકરણને સ્વીકારતી નથી. દેશમાં નવજાત બાળકોનું રસીકરણ અને ટ્યુબરક્યુલોસિસ જેવી બીમારી હોય તો BCG વેક્સિન યોગ્ય કામ કરે છે.’ શુક્રવારે ICMRના એપીડેમિલોજીસ્ટ ચીફ રમન ગંગાખેડકરે જણાવ્યું કે, અમે ટ્રાયલ કરી રહ્યાં છીએ કે શું સ્વાસ્થ્ય કર્મચારીઓને પણ પ્રોફીલેક્સિસ દ્વારા BCG વેક્સીન આપી શકાય છે કે નહીં?
વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને કહ્યું કે,’પશુ અને મનુષ્ય કરાયેલું રિસર્ચ બન્ને એક પ્રયોગના સાક્ષી રહ્યાં છે કે BCG વેક્સિનનો ઉપયોગ રોગપ્રતિકારક સિસ્ટમ પર અસર પાડે છે. આ અસરની લાક્ષણિકતા જોવા જઈએ તો તે સારી નથી ઉપરાંત ક્લિનિકલ સુસંગતતા પણ ધરાવતી નથી.’ 11 એપ્રિલના રોજ, સંયુક્ત રાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કોવિડ-19, કોરોનાવાઈરસ, SARS-CoV-2 અને BCG માટે અંગ્રેજી, ફ્રેન્ચ અને ચીની સાયન્ટિફિક ડેટાબેઝનો ઉપયોગ કરીને ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટ વિશે રિવ્યૂ કર્યા હતાં.
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.