નવી દિલ્હી-મિ.રિપોર્ટર, ૮મી એપ્રિલ
મોબાઈલ ફોન પહેરી શકાય ખરા ? આ પ્રશ્ન સામે સૌ કોઈ માથું ધુણાવીને ના પાડશે. પણ તમે જરા થોભજો, કેમકે ચાઈનીઝ ટેક બ્રાન્ડ ન્યૂબિયાએ પોતાનો Nubia Alpha વિયરેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ન્યૂબિયાના આ ફોનની સૌથી ખાસ વાતએ છે કે તેને વાળીને તમે કાંડા પર ઘડિયાળની જેમ બાંધી શકશો. ફોનને સરળતાથી ફોલ્ડ કરી શકાય તે માટે ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે.
ન્યૂબિયા આલ્ફાને એક ખાસ ઈવેન્ટમાં ચીની માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની શરૂઆતની કિંમત 3,4999 યુઆન(અંદાજીત 36 હજાર રૂપિયા) રાખવામાં આવી છે. તેનો પહેલો સેલ 10 એપ્રિલના રોજ થશે. ઈમિસવાળો ફોનનું બ્લેક વેરિયન્ટ 3499 યુઆન એટલેકે અંદાજીત 36 હજાર રૂપિયા. જ્યારે તેનું એક 18 કેરેટ ગોલ્ડ પ્લેટેડ એડિનશની કિંમત 4499 યુઆન એટલેકે અંદાજીત 46,500 રૂપિયા રાખવામાં આવી છે.
Nubia Alpha વિયરેબલ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ ની વાત કરવામાં આવે તો 4 ઈંચ સ્ક્રીનવાળા આ વિયરેબલ સ્માર્ટફોન ક્વોલકોમનું સ્નેપડ્રેગન વિયર 2100 ચિપસેટ પર કામ કરે છે. ફોનમાં તમને 1GB રેમ અને 8GB ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. ફોનમાં માત્ર 500mAh ની બેટરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, ફોનની બેટરી ફૂલ ચાર્જ કર્યા બાદ એકથી બે દિવસનો બેકઅપ મળે છે. વિયરેબલ ફોન બ્લુટૂથ, વાઈ-ફાઈ અને 4G eSIM સપોર્ટ સાથે આવે છે. સરળભાષામાં કહીએ તો તમે આ ફોનને કોઈ પણ સ્માર્ટફોનની જેમ ટેક્સ મેસેજ, કોલ અને ઈન્ટરનેટ બ્રાઉઝ કરી શકો છો. ફોટોગ્રાફી માટે ન્યૂબિયા એલ્ફામાં 5 મેગાપિક્સલનો કેમેરો છે જેનાથી તમે સેલ્ફી ઉપરાંત વિડીયો પણ શૂટ કરી શકો છો. ફિટનેસ હેલ્થ ટ્રેકર સાથે આ ફોનમાં એર કંટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે જેની મદદથી તમે માત્ર હેન્ડ જેસ્ચરથી ફોનના મેન્યૂને સ્ક્રોલ કરી શકે છે.