આજે કેબિનેટની બેઠક: આગામી અઠવાડિયાથી ખુલી શકે છે રાજ્યમાં ધોરણ 9 થી 11ની શાળાઓ

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન-ગાંધીનગર, મિ.રિપોર્ટર, 22મી જુલાઈ. 

કોરોના ના કેસ ઘટતાં અને ત્રીજી લહેરની શક્યતા હાલ ઓછી દેખાતા જ રાજ્ય સરકારે  આગામી અઠવાડિયાથી ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરુ કરશે તેવી શક્યતા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે પહેલાથી જ ધોરણ 12 માટે ઓફલાઈન શિક્ષણની મંજુરી આપી દીધી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ‘ગુરુવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં અમે ચર્ચા કરીશું અને ધોરણ 9થી 11 માટે શાળા શરુ કરવા અંગે નિર્ણય લઈશું. ધોરણ 1થી 8 માટે શાળા શરુ કરવાનો નિર્ણય કોર કમિટી દ્વારા લેવામાં આવશે, જે ટૂંક સમયમાં મળશે’. જો કે, શિક્ષણ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, હાજરી ફરજિયાત નહીં રહે અને શાળાએ માતા-પિતા પાસેથી તેમના બાળકોને વર્ગખંડ ભણવા દેવાની મંજૂરી માટે લેખિતમાં પરવાનગી લેવી પડશે. સરકાર આ સિવાય દરેક વર્ગખંડમાં માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી આપશે.

શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓની સંખ્યા પણ વર્ગખંડમાં ઓછી જોવા મળી રહી છે. વાલીઓને હજી પણ તેમના બાળકોને શાળાએ મોકલવા માટે શંકા છે. તેમને હજુ પણ ડર સતાવી રહ્યો છે.  એક  સ્ટડી પ્રમાણે  ઓનલાઈન શિક્ષણથી બાળકો શૈક્ષણિક રીતે પાછળ ધકેલાઈ રહ્યા છે, ખાસ કરીને તેઓ જેઓ હજી પણ લખાણ શીખે છે. ઓનલાઈન શિક્ષણમાં બાળકોને ઘણીવાર વિષય ને ભણવા અને સમજવામાં ખુબ સમય લાગે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.