નવસારી ડેપોમાં બસ ડ્રાઈવરે લોકો પર બસ ચડાવી : ત્રણ મુસાફરોને ચગદી નાખતાં હોબાળો

Spread the love

સુરત, મિ.રિપોર્ટર, ૨૪ મી ડિસેમ્બર. 

નવસારી શહેરના બસ ડેપોમાં જીવલેણ અકસ્માત બનતા ભારે અરેરાટી ફેલાઈ છે. જિલ્લાના અમલસાડ ગામેથી શહેરના બસ ડેપોમાં આવેલી બસ બ્રેકફેલ થતા બેકાબુ બની ગઈ હતી. જેમાં બસ સ્ટેન્ડ પર બેસેલા 4 મુસાફરોને કચડી નાખતા બે મહિલાના ઘટનાસ્થળે જ મોત જયારે એક પુરુષનું સારવાર દરમિયાન મોત થયું છે.

જ્યારે અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અકસ્માત બાદ બસ ડ્રાયવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે આવી ગુનાની તપાસ હાથ ધરી છે. 

ST બસ અકસ્માતમાં માર્યા ગયેલા મૃતકના નામ

1) ભદ્રાબેન પટેલ ( ખેરગામ )

2) વર્ષાબેન હળપતિ ( ખડસુપા )

3) કનૈયાલાલ વેકરીયા ( સુરત )

એક્સિડન્ટ બાદ લોકોએ જણાવ્યું હતું કે, ડ્રાઈવરે બેદરકારી પૂર્વક ડ્રાઈવિંગ કરતા મુસાફરોને અડફેટે લીધા હતા. જેથી ઘટનાસ્થળે બે મહિલાઓ કચડાઈ ગઈ હતી.