કારમાં આવેલા બંટી બબલીએ ૮૦ વર્ષના વૃધ્ધાને એડ્રેસ બતાવવાના બહાને અપરહણ કરી દાગીના ઉતરાવી લીધા…વાંચો ક્યાં બન્યો બનાવ ?

વડોદરા-મિ.રિપોર્ટર, ૩૦મી માર્ચ

વહેલી સવારે દર્શન કરવા માટે જઇ રહેલી વૃધ્ધાનું કારમાં આવેલ બંટી-બબલી સરનામું બતાવવાના બહાને અપહરણ કરી ગઇ હતી. રસ્તામાં ચાકૂ બતાવી મારી નાંખવાની ધમકી આપી વૃધ્ધાએ પહેરેલા દાગીનાની લૂંટ ચલાવી હતી.  બંટી-બબલી  વૃધ્ધાને રસ્તામાં રૂપિયા 100 આપી ઉતારી ફરાર થઇ ગયા હતા. તો બીજીબાજુ પાણીગેટ પોલીસે બંટી-બબલીની જોડી સામે અપહરણ-લૂંટનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતીમુજબ,  વાઘોડિયા રોડ પુનમ કોમ્પ્લેક્ષ પાસે આવેલી ચિમનલાલ પાર્કમાં 80 વર્ષના શાંતાબહેન જમનાદાસ ગામેચા (દરજી) પરિવાર સાથે રહે છે. રોજની જેમ આજે વહેલી સવારે પોતાના ઘર નજીક આવેલા રામજી મંદિરમાં ચાલતા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. તે સમયે કારમાં એક યુવાન અને યુવતી તેમની  પાસે ધસી આવ્યા હતા.  બંનેએ તેમને  સરનામું પૂછ્યું હતું. શાંતાબહેને સરનામું બતાવતા બંટી-બબલીએ જણાવ્યું કે, કારમાં બેસી જાવ અમને સરનામું બતાવો. પછી તમોને છોડી દઇશું. શાંતાબહેન કારમાં બેસી ગયા બાદ ચાલુ કારમાં બંટી-બબલીએ ચાકૂ બતાવી મારી નાંખવાની ધમકી આપી સોનાની બંગડીઓની લૂંટ ચલાવી હતી. વૃધ્ધાએ લૂંટારૂઓને કહ્યું કે, આ દાગીના બગસરાના છે. તેમ છતાં ટોળકીએ દાગીના લૂંટી લીધા હતા.  શાંતાબહેનને  ડી-માર્ટ નજીક રૂપિયા 100 આપી બંટી-બબલીની જોડી ફરાર થઇ ગઇ હતી.

This slideshow requires JavaScript.

બંટી-બબલીના લૂંટનો ભોગ બનેલા શાંતાબહેન ગામેચાએ રસ્તામાં પસાર થઇ રહેલા એક વ્યક્તિની મદદ લઇ પુત્રને જાણ કરતા તે સ્થળ પર દોડી આવ્યો હતો. પુત્રએ માતાને લઇ પાણીગેટ પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. 

Leave a Reply