બગ્સ બાઉન્ટી: ગૂગલ, માઇક્રોસોફટ અને ફેસબુકની ખામી શોધીને દિલ્હીની અદિતિએ 44 લાખની કમાણી કરી, દેશનું નામ રોશન કર્યું

www.mrreporter.in
Spread the love

ટેકનોલોજી-મુંબઈ, ૩૦મી જુન.

કોઈ પણ વસ્તુમાં ખામી શોધીએ તો આપણ ને ગાળો પડે અને ઘણીવાર તો માર પણ પડે. પણ તમે એવું સાંભળ્યું છે ખરું કે, કોઈ વ્યક્તિએ નામાંકિત કંપની ની ભૂલ કે ખામી પકડી હોય અને તેના બદલામાં લાખો રૂપિયા મળ્યા હોય ? જો તમે માથું ધુણાવી ને ના પડતા હોવ તો આ ન્યુઝ તમારા માટે જ છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

ડોક્ટર બનવાનું સપનું જોનાર પણ પાછળ થી પોતાનો રસ બદલી ને સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવનાર 20 વર્ષની દિલ્હીની અદિતિ સિંહે માઇક્રોસોફટમાંથી બગ્સ બાઉન્ટી શોધી કાઢતાં જ, માઇક્રોસોફટે તેને 22 લાખ રૂપિયાનું ઈનામ આપ્યું છે. અદિતિએ વાસ્તવમાં માઈક્રોસોફટ એઝ્યોર ક્લાઉડ સિસ્ટમમાં એક ખામી શોધી હતી. 

www.mrreporter.in

અદિતિ સિંહે  વિવિધ મોટી કંપનીઓના બગ્સને શોધીને અત્યાર સુધીમાં 60,000 ડોલર(લગભગ 44 લાખ રૂપિયા) કમાઈ ચૂકી છે. જેમાં ફેસબુક, માઈક્રોસોફટ, ટિકટોક, ઈથેરિયમ સહિતની 40 થી વધુ કંપનીઓ નો સમાવેશ થાય છે. 

અદિતિ સિંહ ને મેડિકલ છોડ્યા પછી તેને સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં પોતાના રસ વિશે ખ્યાલ આવ્યો. તે કેટલાક બેસિક્સ હેકિંગ ટુલ્સને યુઝ કરવા લાગી. આ રસ વિશે તેને ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે તેણે પોતાના પડોશીનો WiFiનો પાસવર્ડ હેક કરી લીધો હતો. બસ ત્યારથી જ તેને સાયબર સિક્યોરિટીમાં રસ જાગ્યો હતો. 

www.mrreporter.in

ફેસબુક, માઈક્રોસોફટ અને ગૂગલના હોલ ઓફ ફેમમાં જગ્યા મેળવનાર ૨૦ વર્ષીય અદિતિ સિંહે દેશની ગૌરવ તો વધાર્યું છે, પણ હવે તેની આ સફળતા બાદ દેશના યંગસ્ટર્સ પ્રભાવિત થયા છે. આ અંગે અદિતિએ યંગસ્ટર્સને શીખ આપતા જણાવ્યું હતું કે,  શીખ્યા વગર કમાવવા તરફ ન જાઓ. શીખ્યા પછી જ કમાવવા તરફ ધ્યાન આપો. પેશન્સ રાખવાની જરૂરિયાત છે અને પોતાની ભૂલમાંથી શીખીને આગળ વધવાની હિમત રાખો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.