વડોદરા, મિ.રિપોર્ટર, ૧લી ફેબ્રુઆરી. 

નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા રજુ કરાયેલું વચગાળાનું બજેટ સામાન્ય લોકો માટે બજેટ સારૂ છે. દેશના વિકાસને નવી દિશા મળશે. પરંતુ વડોદરાના ઉદ્યોગ સમૂહ ને સરકાર પાસેથી  જેટલી અપેક્ષા હતી, તે પ્રકારનું નથી. થોડી રાહતો જરૂર છે, પણ તે વ્યક્તિગત લોકો માટે જ છે. ઉદ્યોગો માટે વિશેષ નથી. અમારી આશા ઠગારી નીવડી છે. આ છતાંય ૩ કરોડ જેટલા મધ્યમવર્ગને ઇન્કમટેક્ષ મોટી રાહત આપનારા બજેટથી દેશના વિકાસને નવી દિશા મળશે એમ વડોદરાના ઉદ્યોગ સમૂહના અગ્રણીઓ તથા વડોદરા વેપારી એસોસિએશનએ પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું છે. પ્રતિભાવોની સાથે ઉદ્યોગ સમૂહ, વેપારી અને સામાન્ય લોકોએ બજેટને ૧૦ માર્ક્સમાંથી ૮.૫ સુધીના માર્ક્સ આપીને ઉત્તમ ગણાયું હતું, જયારે રાજકીય પક્ષ કોંગ્રેસે નરેન્દ્ર મોદીની સરકારનો વધુ એક જુમલો એમ કહીને બજેટ નિરાશાજનક ગણાવ્યું હતું. 

બજેટ અંગે ઉદ્યોગ સમૂહના અગ્રણીઓ, વેપારીઓ, રાજકીય નેતાઓ અને સામાન્ય લોકો શું કહી રહ્યા છે ? 

(૧)  કેમિકલ ઉદ્યોગોને રાહત ન મળતા નિરાશા

રૂરલ અને એગ્રીકલ્ચર માટે બજેટ સારું છે, પણ કેમિકલ ઉદ્યોગોને કોઇ ખાસ રાહત આપવામાં આવી નથી. રજિસ્ટર્ડ ઉદ્યોગપતિઓ માટે ઇન્સ્યોરન્સ આપવાની સરકાર પાસે માંગણી સંતોષવામાં આવી નથી.   – નીતિન માંકડ, પ્રમુખ, એફ.જી.આઇ. 

(૨) મોટા ઉદ્યોગોને બજેટમાં કોઇ રાહત આપવામાં આવી નથી

બજેટ આવકારવા લાયક ચોક્કસ છે, આ બજેટ ખેડૂતો અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.  લઘુ ઉદ્યોગોને પણ રાહત આપવામાં આવી હતી. જયારે મોટા ઉદ્યોગોને બજેટમાં કોઇ રાહત આપવામાં આવી નથી.  – એફ.જી.આઇ.,  ઉપપ્રમુખ,  મોહન નાયર. 

(૩)  મધ્યમ વર્ગ અને લઘુ ઉદ્યોગો માટે આવકાર દાયક

વચગાળાનું બજેટ મધ્યમ વર્ગ અને લઘુ ઉદ્યોગો માટે આવકાર દાયક છે. સરકારે જી.એસ.ટી. એચિવ કર્યો છે. તેમાંથી 14 ટકા રાજ્ય સરકારને પરત કરવાની જે જાહેરાત કરી છે. તે ઘણી સારી અને મોટી વાત છે.- એફ.જી.આઇ.,  સેક્રેટરી,  નીતેશ પટેલ. 

(૪) વેપારીઓ માટે બજેટમાં કોઈ વિશેષ નથી

જી.એસ.ટી.માં સુધારા કરતા વેપારીઓને રાહત થશે. આ બાબતને બાદ કરતા વેપારીઓ માટે બજેટમાં કોઈ વિશેષ નથી. સામાન્ય લોકો માટે બજેટ ઘણું સારું છે. એટલે બજેટ આવકારક દાયક છે.

 – વડોદરા વેપારી એસોસિએશન, પ્રમુખ,  પરેશ પરીખ.

(૫) બજેટને 10માંથી સાડા આઠ ટકા માર્ક આપી શકાય

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે તે સ્પસ્ટ દેખાય છે. આમછતાંય નીચલા વર્ગ અને ગ્રામિણને ફાયદો કરતું બજેટ છે.  ગ્રામીણ ઇકોનોમી ઉપર આવશે તો દેશનો જી.ડી.પી. વધશે. બજેટને 10માંથી સાડા આઠ ટકા માર્ક આપી શકાય. – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,  સંજીવ શાહ

(૬) ઇન્ડસ્ટ્રીઝ અને  કોર્પોરેટને હાલ તો સીધો લાભ દેખાતો નથી

મધ્યમવર્ગ માટે ઉત્તમ બજેટ છે.  ટેક્સ બેનિફિટ મોટા પ્રમાણમાં આપવામાં આવ્યા છે. જોકે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને  કોર્પોરેટને હાલ તો સીધો લાભ દેખાતો નથી. ખેડૂતો અને પેન્શનરો માટે પણ બજેટ ઘણું સારું છે. એકંદરે બજેટ ને ૧૦ માંથી ૭.૫ માર્ક્સ આપી શકાય. – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નયન કોઠારી. 

(૭) શેરબજાર માટે કોઈ વિશેષ લાભકારી નથી, છતાં સેન્સેક્સે છલાંગ મારી

વચગાળાના બજેટમાં શેરબજાર માટે કોઈ વિશેષ લાભકારી નથી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ દુર કરવાની વાત હતી. પણ તેનું કશું જ થયું નથી. છતાં સેન્સેક્સે છલાંગ મારીને એક સમયે ૪૦૦ પોઇન્ટ સુધી પહોંચી ગયું હતું. જોકે તે બાદ ૨૧૨.૭૪ પોઇન્ટ સેન્સેક્સ બંધ થયો હતો. ખેડૂતો, મધ્યમવર્ગ અને પેન્શનરો માટે બજેટ ઉત્તમ છે. હું બજેટને ૧૦ માંથી ૮ માર્ક્સ આપીશ. – જગદીશ ઠક્કર, શેરબજાર નિષ્ણાત.

(૮) તમામ વર્ગોને આવરી લેતું અને સર્વાંગી વિકાસ તરફ લઈ જતું બજેટ 

દેશના મધ્યમ વર્ગ, પગારદાર, સીનીયર સીટીઝન અને નાના ઉદ્યોગકારો માટે સ્પષ્ટ અને સીધો લાભ બજેટમાં દેખાય છે. બજેટમાં કોઈપણ પ્રકાર ના છુપા પ્રોવિઝન નથી તે હાલની સરકારની કરે છે. દેશના તમામ વર્ગોને આવરી લેતું અને સર્વાંગી વિકાસ તરફ લઈ જતું બજેટ છે. હું બજેટને 10 માંથી નવ માર્ક આપીશ. – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મનીષ બક્ષી.

(૯) મહિલા વર્ગ અને પગારદાર માટે રાહત આપતું બજેટ છે

મહિલા વર્ગ અને પગારદાર માટે રાહત આપતું બજેટ છે. બજેટમાં પગારદાર, ખેડૂતો, મજદૂરો અને સીનીયર સીટીઝનને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. મહિલા વર્ગને પણ લાભ અપાતું બજેટ છે. ઘરના બજેટમાં પણ બચત થાય તેવું છે. – હિના રાવલ, સંચાલક, એનજીઓ 

રાજકીય પક્ષ કોંગ્રેસ શું કહે છે, આજના બજેટ વિષે ? 

(૧) સામાન્ય પ્રજાને બજેટમાં કોઇ રાહત આપવામાં આવી નથી

આગામી લોકસભાની ચૂંટણી લક્ષી બજેટ દેખાય છે. પ્રજાને છેતરનારું છે.  પરંતુ પ્રજા જાહેરાતોથી છેતરાશે નહીં. ગરીબ અને સામાન્ય પ્રજાને બજેટમાં કોઇ રાહત આપવામાં આવી નથી.  –  પ્રશાંત પટેલ, પ્રમુખ, કોંગ્રેસ.

(૨) કેન્દ્ર સરકારના જુમલાઓથી ભરેલું બજેટ છે 

કેન્દ્ર સરકારના જુમલાઓથી ભરેલું બજેટ છે. ૪.૫ વર્ષ બાદ સરકારને ખેડૂતો યાદ આવ્યા છે. 100 સ્માર્ટ સિટી નથી બનાવી તો એક લાખ ડિજીટલ ગામડા ક્યારે બનશે. ભાજપાના સાંસદોએ લીધેલા દત્તક ગામડાના ઠેકાણા નથી. વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણી – પ્રદેશ પ્રવક્તા,  ઋત્વીજ જોષી. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: