બજેટ ઈફેક્ટ : શેરબજાર બજારમાં ઉત્સાહ, સેન્સેક્સ 2168 અંક વધ્યો; ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્કના શેર વધ્યા

www.mrreporter.in

મુંબઈ – મી.રિપોર્ટર, 1લી  ફેબ્રુઆરી 

દેશના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા  સીતારામને  આજે વર્ષ 2021-2022 નું બજેટ રજુ કર્યું હતું. આ બજેટના પગલે ભારતીય શેરબજારોમાં ભારે  ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 2,39 કલાકે સેન્સેક્સ 2197 અંક વધી 48482 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 618 અંક વધી 14253 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, HDFC બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શેરબજારના પંડિતોના મતે , બજેટમાં ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઈન્સેન્ટિવ બેઝ્ડ સ્ક્રેપ પેજ પોલિસીની સાથે-સાથે એગ્રી, હાઉસિંગ અને ઈન્ફ્રા જેવાં ક્ષેત્રોમાં સુધારા માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. એમાં રોકાણકારોને અશોક લેલેન્ડ, એસ્કોર્ટ, જેકે લક્ષ્મી સિમેન્ટ, વર્લપૂલ ઈન્ડિયા અને LIC હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં ખરીદીની સલાહ છે. 

સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 19499 કરોડ રૂપિયા એકત્રિત કરી શકી છે, જ્યાકે નાણાકીય વર્ષ 2020-21માં 2.10 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના હતી. એવામાં આજે સરકારી કંપનીઓના શેર ફોકસમાં રહેશે, કારણ કે સરકાર પ્રાઈવેટાઈઝેશનની રકમ એકત્રિત કરવા સંબંધિત જાહેરાતો કરી શકે છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

 

 

Leave a Reply