ઇન્કમટેક્ષના સ્લેબમાં કોઈ ફેરફાર નહી, વધારે કમાણી કરનારને ઝાટકો

Spread the love

બજેટ- નવી દિલ્હી, મી.રિપોર્ટર, 5 મી જુલાઈ.

બજેટ ૨૦૧૯ને લોકસભામાં રજુ કરતા નાણા મંત્રી નિર્મલા સિતારમણે ઈમાનદારીથી ટેક્સ ભરનારનો આભાર માન્યો છે. તેમણે બજેટમાં રૂ.૫ લાખ સુધીની વાર્ષિક ટેકસેબલ આવક ધરાવનારને ટેક્સમાંથી સંપૂર્ણ રાહત આપવાની જાહેરાતને દોહરાવી છે.

જોકે, જેમાની વાર્ષિક ટેકસેબલ આવક રૂ.૫ લાખથી વધુ છે તે આ છુટ અંતર્ગત નહી આવે કારણ કે ટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. ઘર કે ઈ-વ્હિકલ ખરીદવા પર ટેક્સભરનારને વધારાની ટેક્સ છુટનો લાભ મળશે.

ઈ-વ્હિકલ ખરીદનારને ઓટો લોન પર રૂ.૧.૫ લાખ સુધીના વ્યાજપર ઇન્કમટેક્ષમાંથી છુટ મળશે. આ ઉપરાંત અફોર્ડેબલ હાઉસિંગ સ્કિમ અંતર્ગત ઘર ખરીદવા માટે લેઆમાં આવેલ લોનના વ્યાજ પર રૂ.૧.૫ લાખની વધારાની છુટ મળશે. એટલે કે રૂ.૪૫ લાખ સુધીનુ ઘર ખરીદવા પર લોનના વ્યાજ પર મળતી છૂટ રૂ.૨ લાખથી વધીને 3.૫ લાખ થઈ ગઈ છે.

મોદી સરકારે ભલે ટેક્સ સ્લેબ નથી બદલ્યો પરંતુ વધારે કમાણી કરનારને ઝાટકો આપ્યો છે. હવે રૂ. ૨ થી ૫ કરોડની વાર્ષિક આવક ધરાવનાર પર 3 ટકા વધારે ટેક્સ લાગશે અને રૂ.૫ કરોડથી વધુની કમાણી પર ૭ ટકા વધારે ટેક્સ ચૂકવવો પડશે.

આ ઉપરાંત કોઈ બેન્કમાંથી એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધ રકમ ઉપાડે છે તો તેના પર ૨ ટકા ટીડીએસ લાગશે.