બોલીવુડની ફાયર બ્રાન્ડ એક્ટ્રેસ કંગના રનૌતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, કોરેન્ટાઈન થઇ ને ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી

www.mrreporter.in
Spread the love

બોલીવુડ-મી.રિપોર્ટર, ૮મી મે.

બોલીવુડ ની ફાયર બ્રાન્ડ એક્ટ્રેસ કંગના રનૌતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને આ જાણકારી આપી છે. તેની સાથે જ તેણે ખુદને કોરેન્ટાઈન કરી લીધી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

કંગના સતત કોઈ ને કોઈ વિવાદમાં રહે છે. એમાય પોતાના બિન્દાસ અંદાજ અને બેબાકપણા ને લીધે કંગના હંમેશા ચર્ચામાં રહે છે. કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી આક્રમક રીતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દેશ-વિદેશના પ્રશ્નો પર પોતાના અભિપ્રાય ટ્વીટર પર શેર કરતી રહે છે.

www.mrreporter.in

તાજેતરમાં તેણે બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.  કંગનાએ પોતાના  ટ્વિટર એકાઉન્ટ કંગનાએ કહ્યુ હતુ કે, ભાજપે આસામ અને પોંડીચેરીમાં જીત મેળવી છે. પણ ત્યાંથી હિંસાની કોઈ ખબર નથી આવી. ટીએમસીના ચૂંટણી જીતવાની સાથે જ લોકો મરવા માંડયા છે. પણ તોય એવુ કહેવાશે કે મોદીજી તાનાશાહ છે અને મમતા સેક્યુલર નેતા છે.  કંગના ના ટ્વિટ બાદ  તેનું ટ્વિટર એકાઉન્ટ ટ્વિટર દ્વારા કાયમ માટે સસ્પેન્ડ કરી દેવાયુ છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.