બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની રાધે ફિલ્મ આ તારીખે થિયેટરમાં જ રિલીઝ થશે, જાણો તારીખ !

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર, ૧૯મી જાન્યુઆરી.

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ના  ફેન્સ જેનો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા તે સમય હવે આવી ગયો છે. આખરે સુપરસ્ટાર સલમાન ખાન અપકમિંગ ફિલ્મ રાધે ની રિલીઝ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. સલમાન ખાન ની  ફિલ્મ રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ (Radhe: Your Most Wanted Bhai) આ વર્ષે ઈદ (Eid 2021) પર રિલીઝ થશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સલમાને સોશિયલ મીડિયા દ્વારા  જાણકારી શેર કરતા લખ્યુ, ‘સોરી બધા થિએટર માલિકોની વિનંતી પર જવાબ આપવામાં મને આટલો સમય લાગી ગયો. તે સમયે આટલો મોટો નિર્ણય લેવો મુશ્કેલ હતો. હું થિયેટર માલિકો અને એક્ઝીબીટરોની ખરાબ સ્થિતિ સમજી શકુ છે, તેથી મેં નક્કી કર્યું છે કે રાધે ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થશે.’

સલમાને  વધુમાં  લખ્યુ, ‘હું તેમને વિનંતી કરીશ કે જે પણ દર્શક આ ફિલ્મ જોવા સિનેમાહોલમાં આવે તેની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવે. મારૂ કમિટમેન્ટ ઈદનું છે અને આ ફિલ્મ ઇંશાઅલ્લાહ 2021ના ઈદ પર રિલીઝ થશે. ઉપર વાળાની ઈચ્છા હશે તો આ વર્ષે રાધેને થિયેટરમાં જોવાનો આનંદ ઉઠાવીશું.’

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.