મી.રિપોર્ટર, ૧૮મી ડીસેમ્બર. 

‘હું મારા બાળકો અને દેશનાં બધા જ યુવાનોને કહીશ કે જિંદગીમાં એવું કંઇપણ ખરાબ નથી હોતુ, જેનાથી તમને લાગે કે હવે જિંદગી પૂર્ણ થઈ ગઈ. આનુ ઉલ્ટુ પણ જાણી લો કે, કોઈ સફળતા એવી નથી હોતી જેના મળવાથી તમે માની લો કે જિંદગી પુરી થઈ ગઈ.’ એમ બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ ૨૮મી ડિસેમ્બરના રોજ થિયેટરમાં રીલીઝ થાય તે પહેલા  ‘ઝીરો’નાં પ્રમોશનમાં એક મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવનનાં ઘણા રહસ્યો ઉજાગર કરતાં જણાવ્યું હતું. 

 જો દુનિયાનાં બધા જ પુસ્તકો નાશ પામી રહ્યા હોય અને કોઈ 3 પુસ્તકો બચાવવાનાં હોય તો તે કયા પુસ્તકને બચાવશે ? તે પ્રશ્નનો  જવાબ આપતા શાહરૂખ ખાને જણાવ્યું કે, ‘હું સૌથી પહેલા રામાયણ બચાવવા ઇચ્છીશ. આની વાર્તા ઘણી જ અદ્ભુત છે. બીજું અંગ્રેજીનું પુસ્તક ડગલસ એડમ્સની ‘હિચહાઇકર્સ ગાઇડ ટૂ ધ ગેલેક્સી’ જે ઘણી જ ફની છે. ત્રીજુ પુસ્તક, જો મારું પોતાનુ પુસ્તક પૂર્ણ થઈ જાય તો તેને બચાવવા ઇચ્છીશ.’ તે વધુમાં કહે છે કે, ‘મારી બાયોગ્રાફીને હું 16 વર્ષથી લખી રહ્યો છું, પરંતુ પુરી જ નથી થઈ રહી. મને લાગતુ હતુ કે દીકરા આર્યનનાં જન્મ પર પૂર્ણ થઈ જશે, પરંતુ પછી દીકરી સુહાના થઈ, તેને નહોતો છોડી શકતો. હવે અબરામ થઈ ગયો છે. જીવનમાં ઘણી નાના-મોટા મીલનાં પથ્થર જેવી ક્ષણો આવી છે, જેને તેમા સમાવી લેવા માંગુ છું.’

પોતાના જીવનના રહસ્યને ઉજાગર કરતાં શાહરૂખે કહ્યું કે ઈદનાં અવસર પર બધી જ તૈયારીઓ ગૌરી ખાન કરે છે. તો દીવાળી પાર્ટીની બધી જ જવાબદારી શાહરૂખ ખાન પર હોય છે. શાહરૂખ ખાને પોતાના ઘરમાં રાધ-કૃષ્ણનું મંદિર પણ બનાવેલું છે. ફિલ્મોનાં ફ્લૉપ થવાનાં પોતાના અનુભવને પણ શાહરૂખ ખાને શેર કર્યો છે. તેમણે કહ્યું, ‘દુ:ખી થવુ સફળતા અથવા અસફળતાથી સંબંધિત નથી. વ્યક્તિ કોઈપણ વાતથી પ્રભાવિત થઈ શકે છે. પત્નીને કહ્યું છે કે બાળકોને પ્રભાવિત ના થવા દો. અસફળતા પર પણ જશ્ન મનાવો. હમણા થોડાક દિવસ પહેલા આર્યન પરીક્ષા દરમિયાન એક સંપૂર્ણ પેપર જ વાંચવાનું ભૂલી ગયો.’

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: