બોલીવુડ-મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી માર્ચ
બોલીવુડનો ઉભરતો સિતારો કાર્તિક આર્યન અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનના અફેયરની ચર્ચા બોલિવૂડમાં ઘણા સમયથી ચાલી રહી છે. એમાય જ્યારે કોફી વિથ કરણ શોમાં સારાએ કહ્યું હતું કે, તે આર્યન સાથે ડેટ પર જવા માંગે છે. ત્યાર બાદ તેમના સંબંધો અંગે અનેક ચર્ચાઓ સામે આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘લવ આજકલ-૨’ના માટે ઈમ્તિયાઝ અલીએ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને કાસ્ટ કર્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના એક સીનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ડિસ્કોમાં સારા-કાર્તિકનો રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવી રહ્યો છે. જેમાં કાર્તિક આર્યન-સારા અલી ખાન લિપલોક કરી રહ્યા છે. આ વિડીયો કાર્તિક આર્યન ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે…જુઓ….વિડીયો….