બોલીવુડ સ્ટાર આલિયા ભટ્ટની કઈ ફ્રેન્ડ સાથે ચાલી રહ્યું છે કે.એલ. રાહુલનું અફેર ? જુઓ તસવીર..

Spread the love

નવી દિલ્હી- ક્રિકેટ, મિ.રિપોર્ટર, ૮મી જુલાઈ

લંડનમાં હાલમાં વિશ્વ કપ ચાલી રહ્યો છે. ભારત પણ સેમી ફાઈનલમાં પહોંચી ગયું છે.  ભારતને ફાઈનલમાં પહોચાડવામાં રોહિત શર્મા વિરાટ કોહલીની સાથે કે. એલ. રાહુલનું પણ બહુ યોગદાન છે. 

જોકે કે. એલ. રાહુલ પોતાના ક્રિકેટ કારનામાં કરતા બોલિવુડની અનેક અભિનેત્રીઓ સાથે  અફેર કરવાના લીધે સતત ચમકતો રહે છે.  તાજેતરમાં જ એક વાત બહાર આવી છે કે, જેમાં બોલીવુડ સ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટની ખાસ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર સાથે ડેટ કરી રહ્યો છે. આ અંગેના પૂરાવા ખુદ આકાંક્ષાએ સોશિયલ મીડિયા પર આપ્યા છે.

તાજેતરમાં જ આકાંક્ષાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ફોટોઝ અને શનિવારે સાંજે વર્લ્ડકપ 2019 દરમિયાન ભારત-શ્રીલંકાના મેચની એક તસવીર તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી. જેમાં કે.એલ. રાહુલ જોવા મળે છે. તેની આ પોસ્ટ સાથે જ બંને વચ્ચેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પહેલા પણ અનેકવાર બંનેને ડિનર, મૂવીઝ અને હાઉસ પાર્ટીમાં સાથે જોવામાં આવ્યા છે.