બોલીવુડ રીયલ હીરો અક્ષય કુમારે કોરોના વાઇરસ સામેની આફતની જંગ લડવા માટે પીએમ રિલીફ ફંડમાં રૂપિયા 25 કરોડ દાનમાં આપ્યા..

બોલિવૂડ – મિ.રિપોર્ટર, ૨૮મી માર્ચ. 
 
દેશમાં કોરોના વાઈરસનો કહેર શમ્યો નથી. કોરોના વાઈરસનો આતંક વધે નહિ તે માટે કેન્દ્રની સરકાર ખુબ મહત્વના પગલા ભરી રહી છે. લોક ડાઉન ની સ્થિતિમાં લોકોને ઘર બેઠા જ વસ્તુઓ મળે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખુદ દેશના વડાપ્રધાન એક એક વસ્તુઓ પર નજર રાખીને બેઠા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  દેશ પર આવેલી આફત સામે લડવા માટે નાણા એકત્રિત કરવા માટે PM-CARES ફંડ (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ) શરૂ કરવામાં આવ્યું છે.  જેમાં બોલીવુડ સુપર સ્ટાર અક્ષય કુમારે  દેશ હિત અને કોરોના વાઇરસ સામે લડવા માટે પીએમ ફંડમાં 25 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદીની અપીલ પર પહેલ કરતા બોલીવુડ રીયલ સુપર સ્ટાર અક્ષય કુમારે કહ્યું કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

 

Leave a Reply