બોલીવુડ હોટ સિંગર નેહા કક્કડનું બોયફ્રેંડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ : બંને એ એકબીજા સાથેની તસવીરો કરી ડિલીટ..

મિ.રિપોર્ટર, ૧૦મી ડીસેમ્બર. 

ઇન્ડિયન આઈડીયલની જજ અને બોલીવુડ હોટ સિંગર નેહા કક્કડ તેમજ  ‘યારિયાં’ ફિલ્મના એક્ટર હિમાંશ કોહલીના સંબંધોમાં તિરાડ પડી છે. આ જોડીએ ઇન્ડિયન આઈડીયલ રિયાલિટી શો દરમિયાન એકબીજા સાથે રિલેશનશીપની વાત કબૂલી હતી, જોકે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

This slideshow requires JavaScript.

બોલીવુડ હોટ સિંગર નેહા અને હિમાંશે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. સાથે જ ખબરો છે કે નેહા હિમાંશ સાથેના વીડિયો અને તસવીરો ડિલીટ કરી દીધી છે. બીજી તરફ હિમાંશના એકાઉન્ટ પર નેહા અને તેની ફેમિલી મેમ્બર્સની તસવીરો જોવા મળે છે. હવે બંને વચ્ચે ખરેખર શું ચાલી રહ્યું છે તેનો જવાબ તો તેઓ જ આપી શકે.  નેહા અને હિમાંશ એક વીડિયો ‘ઓહ હમસફર’માં સાથે જોવા મળ્યા છે. જ્યારે નેહાને પૂછવામાં આવ્યું કે તે ફરી વખત હિમાંશ સાથે બીજા કોઈ વીડિયોમાં જોવા મળશે તો નેહાએ કહ્યું કે હાલ તો એવું કંઈ નથી.