બોલીવુડ હોટ એક્ટ્રેસ કેટરીના કૈફે પોતાના રણબીર કપૂર સાથેના બ્રેક-અપ બાદ કેવી હાલત થઇ, તેનો ખુલાસો કર્યો…વાંચો…

મુંબઈ- બોલીવુડ, મિ.રિપોર્ટર, ૩૦મી મે.

બોલીવુડ હોટ એક્ટ્રેસ કેટરીના કૈફ હાલમાં પોતાની ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પોતાના પ્રેમપ્રકરણ માટે જાણીતી કેટરીના કૈફે હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક મેગેઝિનને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં કેટરીના કૈફે પૂર્વ પ્રેમી રણબીર કપૂર સાથેના બ્રેક-અપ બાદ તેની  શું હાલત  થઇ ગઈ હતી, તેની અંગત બાબતની ચર્ચા કરી હતી. 

એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કેટરીનાએ કહ્યું હતું, ‘અંગત જીવનમાં અને પ્રોફેશનલ લાઈફમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. સંબંધો તૂટતા હું મારી ઘણી વાતો સમજવા માટે અને વિચારવા માટે મજબૂર બની હતી. જે થવાનું હતું, તે થઈ જ ગયું. દરેક ઘટના બનવા પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે. મને આજે પણ યાદ છે કે જાન્યુઆરી મહિનામાં હું ‘બાર બાર દેખો’ના શૂટિંગ માટે થાઈલેન્ડ જતી હતી.

મારા મગજમાં સતત એ જ વિચારો ઘુમરાયા કરતાં હતાં. જ્યારે તમે કોઈ બાબતમાં કે વિચારમાં ફસાઈ જાય તો તમે ઘણાં જ ડિસ્ટર્બ થઈ જાવ છો. તે બાબતથી તમે છૂટકારો મેળવી શકતા નથી. તે ઘણું જ ખરાબ હતું. બહુ જ ખરાબ હતું. મને નવાઈ લાગતી હતી કે કોઈ વ્યક્તિ તમને આ રીતે મુસીબતમાં કેવી રીતે મૂકી શકે? આ સમયે હું ઘણું જ વાંચતી હતી. મારે સમજવું હતું કે આખરે માનવી કેવી રીતે કામ કરે છે. એક ચોક્કસ રાતે દુનિયા તરફનો મારો એપ્રોચ તથા વલણ બદલાઈ ગયા હતાં.’

વધુમાં કેટરીનાએ કહ્યું હતું, ‘કેટલીક બાબતો તમને હજી પણ અપસેટ કરે છે પરંતુ હવે ઠીક છે. હું સામનો કરું છું.એકવાર તો હું જ્યારે યોગ કરતી હતી ત્યારે યોગ ટીચરે પણ સવાલ કર્યો હતો કે તું બરોબર છે ને? મેં જવાબ આપ્યો હતો કે હા હું ઠીક છું. ત્યારે તેમણે કહ્યું કે તું તો રડે છે અને હું સાચે જ રડવા લાગી હતી. મારે આમાંથી બહાર આવવાનું હતું. હવે હું વસ્તુઓથી ભાગવાનો પ્રયાસ કરતી નથી.’