બોલીવુડ કોરિયોગ્રાફર- ડાયરેક્ટર રેમો ડિસોઝાને હાર્ટ અટેક, એન્જિયોપ્લાસ્ટી કરાઈ, ફેન્સે પ્રાર્થના કરી

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, ૧૧મી ડીસેમ્બર. 

બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર  અને ફિલ્મ ડાયરેક્ટર રેમો ડિસોઝાને આજે  બપોરે 2.30ના સુમારે હાર્ટ અટેક આવ્યો હતો.  રેમો ડિસોઝાને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને તેમના હૃદયની નળીઓમાંથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યા છે. અત્યારે તેની હાલત સ્થિર છે. રેમોની સાથે તેની પત્ની લિઝેલ છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ફિલ્મો ઉપરાંત રિયાલિટી શૉઝમાં પણ જજ તરીકે નિયમિતપણે દેખાતા રેમો ડિસોઝાએ છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ વર્ષની શરૂઆતે રિલીઝ થયેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર હતાં.

રેમોના નામે ડિરેક્ટર તરીકે રેસ-3,  ABCD-2 જેવી ફિલ્મો બોલે છે.  ‘દીવાની મસ્તાની’ ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે. 48 વર્ષીય રેમોના પરિવારમાં પત્ની લિઝેલ અને બે દીકરા ધ્રુવ અને ગેબ્રિયેલ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રેમો ડિસોઝાને હાર્ટ અટેકના સમાચાર આવતાં જ દેશભરમાંથી તેની  રિકવરી માટેની પ્રાર્થનાઓ થવા લાગી છે.

આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.