બોલીવુડ બોલ્ડ એક્ટ્રેસ કંગના રનૌત ની બહેન રંગોલી પર શા માટે એસીડ ફેકવામાં આવ્યું ? વાંચો…

bollywood, bold, actress, kangana, ranauts, sister, rangoli, why, acid, was, thrown, read
Spread the love

બોલીવુડ, મિ.રિપોર્ટર, ૨જી ઓક્ટોબર

બોલીવુડ બોલ્ડ એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. તે કંગનાની માત્ર બહેન જ નથી પણ તેની બિઝનેશ મેનેજર પણ છે. રંગોલી હંમેશા  પોતાના બિંદાસ નિવેદનો માટે જાણીતી છે. કંગનાને લગતા ટ્વિટ કરીને રંગોલી હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ રંગોલીએ કંગના સાથે બાળપણની તસવીર શેર કરી હતી.

કંગના સાથે બાળપણની તસવીર શેર ત્યારબાદ તેણે કોલેજના દિવસોની તસવીર શેર કરીને પોતાની સાથે થયેલા પીડાદાયક ઘટનાની વાત કરી હતી. કોલેજની તસવીરો શેર કરીને રંગોલીએ લખ્યું કે, તે અને કંગના સાયન્સ સ્ટુડન્ટ હતા. તેમને તસવીરો ક્લિક કરવાનો ટાઈમ પણ મળતો નહોતો.  રંગોલીએ પોસ્ટમાં લખ્યું, ‘OMG! અમારી બાળપણની તસવીરોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ઘણા લોકો મારી પાસે કોલેજના દિવસોની તસવીરો માગતા હતા. હા, અમે સાયન્સ સ્ટુડન્ટ હતા અને આ બધા માટે અમારી પાસે સમય નહોતો. તેમ છતાં અમારા એન્યુઅલ ડેની એક તસવીર મળી છે. 

bollywood, bold, actress, kangana, ranauts, sister, rangoli, why, acid, was, thrown, read
bollywood, bold, actress, kangana, ranauts, sister, rangoli, why, acid, was, thrown, read

બીજા ટ્વિટમાં રંગોલીએ જણાવ્યું કે, આ તસવીર બાદ એક છોકરાએ તેને પ્રપોઝ કરી હતી. અને ના પાડતાં તેના ચહેરા પર એક  લિટર એસિડ ફેંક્યું હતું. કંગના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેને ખુબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. આવું થવાનું કારણ હતું કે અમારા પેરેન્ટ્સે બુદ્ધિશાળી, સુંદર અને આત્મવિશ્વાસથી છલોછલ દીકરીઓને જન્મ આપ્યો છે. આ દુનિયા છોકરીઓ માટે યોગ્ય નથી. સમાજના દૂષણો સામે લડવાનો સમય આવી ગયો છે. આ જ આપણી ભાવિ પેઢી માટે યોગ્ય રહેશે.