બોલિવુડ : ‘બિગ બોસ’ ફૅમ સિદ્ધાર્થ શુક્લાનું 40ની ઉંમરમાં હાર્ટઅટેકને કારણે મોત, મિત્રો અને ફેન્સમાં શોક

Spread the love

બોલીવુડ -મુંબઈ, મી.રિપોર્ટર, 2જી સપ્ટેમ્બર.

બોલીવુડ  અભિનેતા અને big boss 13 નો વિજેતા 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહીં.

www.mrreporter.in

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

બોલીવુડના અભિનેતા  સિદ્ધાર્થે ગતરાત્રે  કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યારબાદ તે ઉઠ્યો નહીં. હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે. આ સમાચાર સાંભળી ને મિત્રો અને ફેન્સ માં ભારે શોક ની લાગણી ફેલાઈ ગઈ છે. નજીક ના મિત્રો તો તેના મોત ના સમાચાર ને સાચા માની  રહ્યાં જ નથી. તેઓ હજુ પણ આશા રાખીને બેઠા છે કે આવી કોઈ ઘટના બની જ નથી. સિધ્ધાર્થ ના અચાનક મોત ને લઈને ટેલીવુડ અને બોલીવુડમાં સન્નાટો છવાઈ ગયો છે. 

www.mrreporter.in

અત્રે ઉલ્લખેનીય છેકે, સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ‘બિગ બોસ 13’ની સિઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ‘ખતરો કે ખિલાડી 7’ શો જીત્યો હતો. સીરિયલ ‘બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યૂઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

%d bloggers like this: