બોલીવુડ BIG NEWS: સલમાન ખાન, અજય દેવગન ને અક્ષય કુમાર સહિતના 38 કલાકારો વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ

Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, ૭મી સપ્ટેમ્બર. 

બોલીવુડમાં હાલમાં એક પછી એક ઉપાધિઓ ચાલી રહી છે. તાજેતરમાં જ બિગ boss ફેમ સિદ્ધાર્થ શુક્લા ના અચાનક અવસાન થી હલચલ મચી ગઈ છે, એમાં આજે બોલીવુડના સુપર સ્ટાર એક્ટર સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર સહિત ટોલીવુડની હસ્તીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી બે વર્ષ પહેલા હૈદરાબાદમા થયેલા દિશા રેપ કેસને લઈને કરવામાં આવી છે. દિલ્હીના વકીલે અરજી દાખલ કરતા બોલીવુડ અને ટોલીવુડની 38 હસ્તીઓની ધરપકડની માગ કરી છે.  

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

હૈદરાબાદમાં લગભગ એક વર્ષ પહેલા દેશને હચમચાવી નાખનાર દિશા રેપ કેસના બે વર્ષ પુરા થઈ ચુક્યા છે દેશની આ શરમજનક ઘટના હૈદરાબાદમાં આવેલા બહારના વિસ્તારમાં થઈ હતી, જ્યાં એક 26 વર્ષિય પશુ ડોક્ટર સાથે ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો. જ્યાં પીડિતાને જીવતી સગળાવી દેવામાં આવી હતી. આ મામલાને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ ધરપકડ કરાયેલા લોકોનો ક્રાઈમ સીન ફરાર થયા બાદ પોલીસે આરોપીઓના એન્કાઉન્ટર કરી નાખ્યા હતા.

બોલીવુડ કલાકારોની લાંબી યાદી છે. બે વર્ષ બાદ બોલીવુડની આ હસ્તીઓ બરાબરની ફસાઈ છે. દિલ્હીના એક વકીલે અરજી દાખલ કરીને બોલીવુડ અને ટોલીવૂડની 38 જેટલી હસ્તીઓની ધરપકડ કરવાની માગ કરી છે. જેમાં રવિ તેજા, રકુલ પ્રિત, સલમાન ખાન, અક્ષય કુમાર જેવા લોકપ્રિય નામ શામેલ છે. આ લિસ્ટમાં અનુપમ ખેર, ફરહાન અખ્તર, અજય દેવગનના નામ પણ શામેલ છે.

આ કલાકારો વિરુદ્ધ દિલ્હીના વકીલ ગૌરવ ગુલાટીએ શાકભાજી માર્કેટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 228 એ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે અને તીસ હજારી કોર્ટમાં એક અરજી કરી છે. વકીલનો આરોપ છે કે, આ હસ્તીઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેપ પીડિતાના નામને સાર્વજનિક કર્યુ હતું અને તેમના પરિવારની ઓળખને સાર્વજનિક કરી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

%d bloggers like this: