મિ.રિપોર્ટર, ૧૨મી નવેમ્બર.
બોલ્ડ અને બિન્દાસ અંદાજ માટે જાણીતી રાખી સાવંતને વિદેશી મહિલા રેસલરને આપેલી ચેલેન્જ ભારે પડી છે. પંચકુલાના તાઉ દેવી લાલ સ્ટેડિયમમાં ગ્રેટ ખલી આયોજિત રેસલિંગ શોમાં રાખી સાવંત ઘાયલ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત રિંગમાં ડાન્સ કરતી હતી ત્યારે મહિલા રેસલર ત્યાં પહોંચી અને પોતાની સાથે ફાઈટ કરવા માટે ચેલેન્જ આપી હતી.
રાખી સાવંતને વિદેશી મહિલા રેસલર રોબેલે પહેલા પોતાના ખભા પર ઉઠાવી અને પછી નીચે પછાડી જેના કારણે રાખી ઈજાગ્રસ્ત થઈ છે. રિંગમાં રાખી પાંચ થી સાત મિનીટ દર્દમાં કણસતી રહી હતી. આ ઘટના બાદ CWE ચેમ્પિયનશીપના આયોજકો ઘાયલ રાખી પાસે પહોચી ગયા હતા અને તેની તબિયત પૂછી હતી. પરંતુ રાખીને કમરમાં વાગ્યું હોવાથી તે થોડા ડગલા પણ ચાલી શક્તિ નહતી. આખરે આયોજકોએ જેમ-તેમ કરીને રાખીને ટેકો આપીને નજીકની હોસ્પિટલમાં પહોચાડી હતી. જ્યાં રાખીને દાખલ કરવામાં આવી હતી. …જુઓ..વિડીયો….