Bigg Boss એક્સ કન્ટેસ્ટેન્ટની ઘરમાં મળી લાશ, Actress નો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રીપોર્ટર, ૨૫મી જાન્યુઆરી.

કન્નડ Bigg Bossની કન્ટેસ્ટેન્ટ અને કન્નડ સિનેમાની અભિનેત્રી  જયશ્રી રમૈયાનો (Jayashree Ramaiah) આજે મૃતદેહ મળી આવ્યો છે. જયશ્રી રમૈયા આજે તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે. જયશ્રી રમૈયાનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો છે. જયશ્રી રમૈયા છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનનો શિકાર હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અત્રે ઉલ્લેખનીય છે કે,  જયશ્રી રમૈયાનું  એક twitt વાયરલ થઈ રહ્યું છે. આ twitt 22 જૂલાઈ 2020નું છે. તેમાં લખ્યું છે, ‘હું આ દુનિયા છોડીને જઈ રહી છું, આ વખતે દુનિયા અને ડિપ્રેશનને ગુડબાય’ (I Quit, Good Bye To This F**King Word and Depression). આ twitt બાદ જયશ્રી રમૈયા એ લાઇવ આવી કહ્યું કે, તે જીવીત છે અને ઠીક છે. ફેન્સ તેની ચિંતા ના કરે. આ વીડિયો તેણે 26 જુલાઈ 2020ના પોસ્ટ કર્યો હતો, બાદમાં તેણે લાઈવ વીડિયો ડિલીટ કર્યો હતો.

૨૦૨૦માં  જયશ્રી રમૈયાએ ફેસબુક પોસ્ટ દ્વારા ડિપ્રેશનની જાણકારી આપી હતી. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાઈવ સેશન કર્યું અને ઘણી ચોંકાવનારી વિગતો જણાવી હતી. આ સાથે જ તેણે કહ્યું હતું કે, તે ડિપ્રેશનનો સામનો કરી રહી છે. આ સાથે જ તે ઇચ્છા મૃત્યુની વાત કરી હતી. તમને જણાવી દઇએ કે, ઘણા સમયથી જયશ્રી પાસે કામ ન હતું, જેના કારણે તે ઘણી મુશ્કેલીમાં હતી. તેના નજીકના મિત્રો સાથે તેની તમામ મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.