કોરોનાની સ્થિતિને લઈને ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત, ધો.૧ થી ૯ ને 11 માં માસ પ્રમોશન

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન- ગાંધીનગર, મિ.રિપોર્ટર, ૧૫ મી એપ્રિલ. 

કોરોનાના વિસ્ફોટ અને સતત કોરોનાના લીધે રાજ્યમાં આરોગ્યની બગડતી સ્થિતિને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં  મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી, તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 4માં જોડાવા માટેની લીંક :

જોકે રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવાનું નક્કી કર્યું છે.  આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. 

એજ રીતે રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, CBSE બોર્ડે ગઈકાલે જ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની સ્થગિત કરી નાંખી હતી. જેમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા માટે 

એક મહિના પછી પરીક્ષાની તારીખો જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ રાજ્ય સરકાર પર પણ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત રાખવા  માટે દબાણ વધ્યું હતું.