વડોદરા, ૨૩મી નવેમ્બર.

ભગવાન નરસિંહજીના દર્શન કરી હું પાવન થયાની લાગણી અનુભવુ છું. દેશ કરવટ બદલી રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર જવંલત વિજય મેળવશે. ભગવાન નરસિંહજી પાસે મે દેશનો અને ગુજરાતનો વિકાસ થાય તેવા આશિર્વાદ માંગ્યા છે એમ ભગવાન નરસિંહજીનો 281મો વરઘોડામાં હાજર રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અત્રે જણાવ્યું હતું.

શહેરમાં દેવદિવાળી પર્વ નિમિતે પરંપરા પ્રમાણે ભગવાન નરસિંહજીનો 281મો વરઘોડો સાંજે 5 વાગ્યે નરસિંહજી મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું. ભગવાનના વરઘોડામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. મુખ્યંત્રીએ ભગવાન નરસિંહજીને તિલક અને માળા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજે સવારથી મંદિર પરિવાર દ્વારા ચાંલ્લા વીધિ શરૂ કરવામાં આવી હતી. જેમાં ચાંલ્લા વિધિ માટે લાંબી લાઇનો લાગી હતી. બપોરે 3 વાગ્યા સુધી ચાંલ્લા વિધિ ચાલી હતી.

ભગવાન નરસિંહજીના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભગવાન નરસિંહજીના વરઘોડા જેવી ઘર્મ સાથે સંકળાયેલી પરંપરાઓથી સમાજનું બંધારણ ઘડાય છે. સામાજીક સમરસતાને વેગ મળે છે. જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાલત દયાજનક છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો, સંરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસને ઉમેદવાર મળવો પણ મુશ્કેલ થઇ રહ્યો છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: