bjp, candidates, win, 9, out, of, 10, seats, in, vadodara, city, district, crushing, defeat, for, rebel, stalwarts

રાજનીતિ-વડોદરા, મિસ્ટર રિપોર્ટર ન્યુઝ, ધીરજ ઠાકોર, 8મી ડિસેમ્બર. 

ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં વડોદરા શહેર જીલ્લા ની કુલ ૧૦ બેઠકો માટે આજે હાથ ધરાયેલી મતગણતરીમાં 9 બેઠકો પર ભાજપના ઉમેદવારોની ” મોદીમય”  રીતે ઐતિહાસિક જીત થઇ છે. જેમાં માંજલપુરના વયોયંગ નેતા અને કાકા ના હુલામણાના નામ થી જાણીતા તથા સતત ૭મી વાર ચુંટણી જીતવાનો રેકોર્ડ બનાવનારા યોગેશ પટેલે 1 લાખ થી વધુ ની લીડ સાથે વિજય મેળવી ને હજુ પણ પોતે દબદબો ધરાવે છે તે સાબિત કરી બતાવ્યું છે. જયારે અન્ય ઉમેદવારોએ નીચે મુજબ લીડ થી ભવ્ય વિજય મેળવ્યો હતો. 

bjp, candidates, win, 9, out, of, 10, seats, in, vadodara, city, district, crushing, defeat, for, rebel, stalwarts

માંજલપુર બેઠક :  ભાજપ : યોગેશ પટેલ 

માંજલપુર બેઠક પર  ભાજપ તરફથી ચુંટણી લડનારા  યોગેશ પટેલેને કુલ 120133 મતો મળ્યા હતા. જયારે તેમના કોંગ્રેસના ઉમેદવાર ડો.તસ્વિન સિંઘ ને માત્ર 19379 મતો મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ ની 100754 મતો ની લીડ થી ભવ્ય વિજય થયો હતો. 

bjp, candidates, win, 9, out, of, 10, seats, in, vadodara, city, district, crushing, defeat, for, rebel, stalwarts

શહેર વાડી : ભાજપ : ડો.મનીષા વકીલ 

શહેર વાડી બેઠક પર  ભાજપ તરફ થી ચુંટણી લડનારા ડો.મનીષા વકીલને કુલ 130705 મતો મળ્યા હતા. જયારે તેમના વિરોધી કોંગ્રેસ ના નેતા ગુણવતરાય પરમાર ને 32108 મતો મળતા તેમની 98597 મતોની લીડ થી ભવ્ય વિજય થયો હતો. 

bjp, candidates, win, 9, out, of, 10, seats, in, vadodara, city, district, crushing, defeat, for, rebel, stalwarts

સયાજીગંજ : ભાજપ : શહેર મેયર કેયુર રોકડીયા 

સયાજીગંજ  બેઠક પર ભાજપ ના ઉમેદવાર અને  શહેર મેયર કેયુર રોકડીયા ને 122066 મતો મળ્યા હતા, જયારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના વિપક્ષના નેતા અમી રાવત ને 38053 મતો મળ્યા હતા. આમ શહેરના મેયર કેયુર રોકડીયા નો 84013 મતે ભવ્ય વિજય થયો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

bjp, candidates, win, 9, out, of, 10, seats, in, vadodara, city, district, crushing, defeat, for, rebel, stalwarts

રાવપુરા બેઠક : ભાજપ : બાલુ શુક્લા 

રાવપુરા બેઠક ના  ભાજપના ઉમેદવાર અને શહેરના પૂર્વ મેયર  બાલુ શુક્લા ને 119301 મતો મળ્યા હતા. જયારે તેમના કોંગ્રેસ ના પ્રતિસ્પર્ધી સંજય પટેલ ને 38266 મતો મળ્યા હતા. પોતાના પ્રતિસ્પર્ધી ને 81035 મતે હરાવી ને બાલુ શુક્લાએ પોતાના વિરોધી ને સીધો જવાબ આપી ને  ટાઇગર અભી જિન્દા હૈ તેમ ઈશારો ઈશારો કહી ને જવાબ આપ્યો હતો. 

www.mrreporter.in

અકોટા બેઠક : ભાજપ : ચૈતન્ય દેસાઈ

અકોટા બેઠક ના  ભાજપ ઉમેદવાર  ચૈતન્ય દેસાઈ ને 113312 મતો મળ્યા હતા, જયારે શહેર કોંગ્રેસના પ્રમુખ અને અકોટા બેઠક ના ઉમેદવાર ઋત્વિજ જોશી ને 35559 મતો મળ્યા હતા. ચૈતન્ય દેસાઈ એ કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી પર 77753 મત થી લીડ મેળવી ને ભવ્ય વિજય મેળવ્યો હતો. 

www.mrreporter.in

સાવલી બેઠક : ભાજપ : કેતન ઈમાનદાર

સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઈનામદાર ને 102004 મતો મળ્યા હતા, જયારે કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજી ને 65078 મતો મળ્યા હતા. કેતન ઈનામદારે પોતાના પ્રતિસ્પર્ધી પર 36926 મત થી લીડ મેળવી ને ભવ્ય વિજય મેળવ્યો હતો. 

bjp, candidates, win, 9, out, of, 10, seats, in, vadodara, city, district, crushing, defeat, for, rebel, stalwarts

કરજણ  બેઠક : ભાજપ : અક્ષય પટેલ

કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ ને 83748 મતો મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર પ્રીતેશ પટેલ ને 57442 મતો મળ્યા હતા. અક્ષય પટેલ નો 26306 લીડ થી વિજય થયો હતો.

www.mrreporter.in

ડભોઇ બેઠક : ભાજપ : શૈલેશ સોટ્ટા (મહેતા) 

ડભોઇ બેઠક  પર ભાજપના ઉમેદવાર  શૈલેશ સોટ્ટા (મહેતા) ને 88846 મત મળ્યા હતા. જયારે ભાજપના બળવાખોર અને કોંગેસ બેઠક પર થી ચુંટણી લડનારા બાલુ ઢોલાર ને 68370 મતો મળ્યા હતા. ભાજપ ના દબંગ નેતા ગણાતા શૈલેશ સોટ્ટા 20476 મત થી ભવ્ય વિજય મેળવ્યો હતો. 

bjp, candidates, win, 9, out, of, 10, seats, in, vadodara, city, district, crushing, defeat, for, rebel, stalwarts

પાદરા બેઠક : ભાજપ : ચૈતન્યસિંહ ઝાલા 

પાદરા બેઠકના  ભાજપના ઉમેદવાર  ચૈતન્યસિંહ ઝાલા ને 66226 મતો મળ્યા હતા. જયારે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર ને 60048 મતો અને ભાજપના બળવાખોર- અપક્ષ ઉમેદવાર દીનુ મામા (પટેલ) ને 511109 મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર  ચૈતન્યસિંહ ઝાલાએ બંને ચૂટણીમાં પટકી ને 6178 મતો થી જીત મેળવી હતી. 

bjp, candidates, win, 9, out, of, 10, seats, in, vadodara, city, district, crushing, defeat, for, rebel, stalwarts

વાઘોડિયા : અપક્ષ : ધમેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) 

વાઘોડિયા બેઠક પર  ભાજપના ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ ને 63899  મતો મળ્યા હતા, જયારે ભાજપ માંથી ટીકીટ નહિ મળતા બળવાખોરી કરી ને અપક્ષ ઉમેદવારી નોધાવનાર દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ ને 14645 મતો મળ્યા હતા. તો એકવખત ભાજપ ના કાર્યકર્તા અને નેતા રહી ચુકેલા તથા બાપુ ના હુલામણા નામ થી જાણીતા અપક્ષ ઉમેદવાર  ધમેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) ને 77905 મતો મળ્યા હતા. તેઓ 14006 ની લીડ થી ભવ્ય જીત મેળવી હતી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: