ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર BCA ની પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો

Spread the love

ભાવનગર-મી.રીપોર્ટર, ૨૮મી માર્ચ

 ભાજપના ગુજરાત પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મિત ભાવનગર યુનિવર્સિટીની બી.સી.એ.ની પરીક્ષામાં કોપી કરતાં ઝડપાયો હોવાની વિગતો પ્રકાશમાં આવ્યો છે. જેને પગલે રાજકીય મોરચે ભારે હોબાળો મચી ગયો છે. તો બીજીબાજુ યુનિ. સત્તાધીશોએ ભેદી મૌન ધારણ કરીને મીડિયાને પ્રવેશબંધી ફરમાવી દીધી છે. 

સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે ભાવનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો દીકરો મિત કે સીટ નંબર 2121066 પર થી બી.સી.એ. સેમેસ્ટર-2ની પરીક્ષા આપી રહ્યો છે. જેમાં આજે મિત પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો છે. એમ.જે.કોમર્સ કોલેજમાં લેવાઈ રહેલી બી.સી.એ. સેમ.-2ની પરીક્ષા દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ પ્રો. વાટલિયા દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું હતું. એ વખતે પરીક્ષા આપી રહેલ મિત વાઘાણી પાસેથી 27 જેટલી કાપલીઓ પકડાઈ હોવાનું કહેવાય છે. 

આ ઘટના ને પગલે ભાજપના નેતાઓના ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી . મિતને છાવરવાના તમામ પ્રયાસો છતાં પ્રિન્સિપાલ વાટલિયાએ કોપી કેસ દાખલ કર્યો હતો. હાલમાં આ મુદ્દો શહેરમાં જ નહિ પણ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે.