BJP ના સાવલી ના MLA કેતન ઈનામદારનું રાજીનામું….વાંચો…રાજીનામામાં શું લખ્યું ?

Spread the love

રાજનીતિ- વડોદરા, મિ.રિપોર્ટર, ૨૨મી જાન્યુઆરી.

વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું છે અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો છે. વિકાસ કાર્યો ન થતાં હોવાથી રાજીનામુ આપ્યું છે.

માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

સુજ્ઞમહાયશયશ્રી

વંદેમાતરમ સહ જણાવુ છુ કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર 135, સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂ છું. મારા મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ/રજૂઆતો સંદર્ભે સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું.

bjps-savali-mla-ketan-inamdars-resignation-read-what-did-you-write-in-the-resignation
પ્રજાના સેવક કરીકે અમુક બાબતોમાં સરકારને રજુઆતો કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓને બહાર લાવવા તથા મારી અવગણના એ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા પ્રજાજનોના હિતો માટે અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. મારા ભારે હ્રદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજ દિન સુધી નિભાવેલ છે અને નાછુટકે હું કેતનકુમાર ઇનામદાર 135-સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામુ આપું છું.

-કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર, ધારાસભ્ય, 135-સાવલી વિધાનસભા