વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપ ને 69 બેઠકો અને કોંગ્રેસને માત્ર 7 બેઠકો, કોંગ્રેસની ભૂંડી હાર

www.mrreporter.in
Spread the love

રાજનીતિ – વડોદરા, મી.રિપોર્ટર, 23મી ફેબ્રુઆરી.

રાજ્યના 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતો હાથ ધરાયેલી ગણતરીમાં વડોદરાની કુલ 76 બેઠકો પૈકી ભાજપ ને 69 બેઠકો અને કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી છે. ગત ટર્મની સરખામણીમાં ભાજપે 7 બેઠકો વધુ જીતીને કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખ્યા છે. ભાજપે 68 બેઠકો સાથે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં સતત ચોથી વખત જીત મેળવીને સત્તા પર કબજો કર્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરાની 76 બેઠકો પર  પડેલા મતો ની ગણતરી સવારે 9 વાગે હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં-2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 14, 15, 17, 18 અને 19માં ભાજપની પેનલની જીત થઈ છે. કુલ 16 વોર્ડમાં 64 બેઠકો સાથે વોર્ડ નંબર 13માં 3 બેઠકો અને વોર્ડ નંબર 16માં 2 બેઠકો સાથે કુલ 69 બેઠકો જીતીને વડોદરા મહાનગરપાલિકા પર  કબ્જો મેળવ્યો હતો.  જયારે કોંગ્રેસની વાત કરીયે તો,  ​​​​​​વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. એક માત્ર પેનલ ને બાદ કરતા કોંગ્રેસે વોર્ડ નંબર 16માં 2 બેઠકો અને વોર્ડ નંબર 13 માં 1 બેઠક સાથે કુલ 7 બેઠકો જીતી હતી. 

22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણા અને 22 વર્ષના યુવા પુરૂષ ઉમેદવાર શ્રીરંગ આયરેનો ભવ્ય વિજય

વડોદરામાં ભાજપની 22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. ભૂમિકા રાણાને કુલ 18735 મત મળ્યા હતા, જોકે તેના હરીફ મીના રાજપૂતને 8615 મત મળતાં  ભૂમિકા રાણાનો 10120 મત થી ભવ્ય વિજય થયો હતો. આ ઉપરાંત ભાજપના 22 વર્ષના યુવા પુરૂષ ઉમેદવાર શ્રીરંગ આયરેનો પણ વિજય થયો છે. શ્રીરંગ આયરે ને  27236 મત મળ્યા હતા. જયારે તેના હરીફ કોંગ્રેસના ઉમેદવાર  7125 મત મળતાં શ્રીરંગ આયરે નો 20111 મત થી ભવ્ય માં ભવ્ય વિજય થયો હતો. શ્રીરંગ આયરે ને વડોદરામાં સૌથી વધુ મત  મળ્યા હતા. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.