રાજનીતિ-મિ.રિપોર્ટર, ૮મી એપ્રિલ
લોકસભાની ચુંટણીમાં પ્રથમ દોરમાં હવે મતદાન માટે કલાકો જ બાકી છે. ભાજપ અને કોંગ્રેસ સહીતના પ્રાદેશિક પક્ષો પણ ધૂમ પ્રચાર કરીને પોતાની જીત નો દાવો કરી રહ્યા છે. આ પ્રચાર અને દાવો ઓ વચ્ચે CNX ઓપિનિયન પોલમાં ભાજપ તથા એનડીએ એક વખત ફરીથી દેશની ગાદી પર બેસશે તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ચૂંટણીમાં એનડીએને આ વખતે 275 બેઠકો મળી શકે છે. જ્યારે યુપીના ખાતામાં 147 બેઠકો આવી શકે છે. ત્યાં અન્ય પક્ષોને 121 બેઠકો મળવાની શકયતા છે.
CNX ઓપિનિયન પોલના મતે દેશની 543 લોકસભા બેઠકોમાંથી ભાજપ ને 230 બેઠકો મળી શકે છે. જયારે કોંગ્રેસને 97 બેઠકો મળી શકે છે. એજ રીતે ટીએમસીને 28, બીજેડીને 14, શિવસેનાને 13, સમાજવાદી પાર્ટીને 15, બસપાને 14, આરજેડીને 8, જેડીયુને 9 અને અન્યને 115 બેઠકો મળી શકે છે. જો ગઠબંધનના હિસાબથી આંકડા પર ફરમાવામાં આવે તો એનડીએને 275, યુપીએને 147 અને અન્યને 121 બેઠકો મળી શકે છે.
ઉત્તરપ્રદેશમાં કોને કેટલી બેઠક મળશે ? જાણો ?
મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠક મળશે ? જાણો ?
મહારાષ્ટ્રમાં 48માંથી ભાજપને 21, શિવસેનાને 13, કોંગ્રેસને 7, અને એનસીપીને 6 બેઠકો મળી શકે છે. ત્યાં 1 બેઠક અન્યના ખાતામાં જઇ શકે છે. મહારાષ્ટ્રમાં ગઠબંઝનના હિસાબથી જોઇએ તો એનડીએને 34 અને યુપીએને 12 બેઠકો મળી શકે છે. મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકોમાંથી ભાજપને 21 અને કોંગ્રેસને 8 બેઠકો મળી શકે છે. જ્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 24 ભાજપને અને કોંગ્રેસને 2 બેઠકો મળી શકે છે.
તામિલનાડુમાં કોને કેટલી બેઠક મળશે ? જાણો ?
તામિલનાડુની 39 લોકસભા બેઠકોમાંથી ભાજપને 1, કોંગ્રેસને 5, એઆઇએડીએમકેને 10, ડીએમકેને 16 બેઠકો મળી શકે છે. ત્યાં 7 બેઠકો અન્યના ખાતામાં જઇ શકે છે. કર્ણાટકની 28 બેઠકોમાંથી ભાજપને 16, કોંગ્રેસને 10, અને જેડીએસને 2 બેઠકો મળી શકે છે. કેરળની 20 લોકસભા બેઠકોમાંથી ભાજપને 1, કોંગ્રેસને 8, લેફ્ટને 4 અને અન્યને 7 બેઠકો મળી શકે છે. આંધ્રપ્રદેશમાં 25માંથી વાઇએસઆરને 8 અને ટીડીપીને 7 બેઠકો મળી શકે છે. સર્વેમાં અહીં ભાજપને એક પણ બેઠક મળી નથી. તેલંગાણામાં 17માંથી ટીઆરએસને 12, કોંગ્રેસને 4, AIMIMને 1 બેઠક મળી શકે છે. અહીં પણ ભાજપને 1 બેઠક મળવાની સંભાવના છે.
દિલ્હીમાં કોને કેટલી બેઠક મળશે ? જાણો ?
રાજધાની દિલ્હીની ૭ બેઠકો ભાજપના ખાતામાં જઇ શકે છે. અહીં કોંગ્રેસ અને આપને એક પણ બેઠક મળતી દેખાતી નથી. આ જ રીતે ગોવાની બંને લોકસભા બેઠક પણ ભાજપને મળી શકે છે. ઓરિસ્સામાં ભાજપને 6, બીજેડીને 14 અને કોંગ્રેસને 1 બેઠક મળી શકે છે. અસમની 14 બેઠકોમાંથી ભાજપને 5, કોગ્રેસને 5, અને AIUDFને 2 બેઠકો મળી શકે છે. અન્યના ખાતામાં 2 બેઠકો જઇ શકે છે. ઉત્તર પૂર્વની 11 લોકસભા બેઠકોમાંથી ભાજપને 4, કોંગ્રેસને 4, NPPને 1 અને NDPPને પણ 1 બેઠક મળી શકે છે.