BJP પ્રમુખ સી.આર. પાટીલની ચેતવણી, રાજ્યમાં દીકરીની ઘટતી સંખ્યા ચિંતાજનક : દીકરીની સંખ્યા નહિ વધે તો સમાજમાં અસુરક્ષા વધશે

www.mrreporter.in
Spread the love

પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી : ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ

વડોદરા- મી.રિપોર્ટર, 16મી ફેબ્રુઆરી.

દેશમાં દીકરીની સંખ્યા સતત ઘટી રહી છે. જે ચિંતાજનક બાબત છે. સમાજ ની જે રચના થઈ છે, તે ભયંકર છે. અસુરક્ષિત સમાજની રચના થઈ રહી છે.પણ સુરક્ષિત સમાજની રચના કરવી હોય તો દીકરીની સંખ્યા વધવી જોઈએ.તે માટે ખુદ સ્ત્રીઓએ આગળ આવવું પડશે એમ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-9માં શ્રી સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હલ્દી કુમકુમના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે મોટી સંખ્યામાં હાજર રહેલી મહિલાઓ તથા ભાજપના પદાધિકારીઓ સમક્ષ એક વક્તવ્યમાં જણાવ્યું હતું.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-9માં શ્રી સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હલ્દી કુમકુમના કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી, કારણ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓપન થઈ ગયા હોવાથી ભાવ વધી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ બે ફિગર પણ પાર કરી નહીં શકે,

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા જે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે, તેનું વર્ણન કરવાની જરૂર નથી. વડોદરા શહેર માટે રૂપિયા 225 કરોડનો ઓવરબ્રિજ પણ મંજૂર કરવામાં આવ્યો છે સામાન્ય રીતે સરકાર દ્વારા 100 કરોડ જ મંજૂર કરવામાં આવે છે, પરંતુ, વડોદરાની શહેરને ધ્યાનમાં રાખીને 225 કરોડ મંજૂર કરાયા છે, જેનું કામ થઈ રહ્યું છે. આગામી 5 વર્ષમાં નવા મિશન સાથે સત્તા પર બેસે અને પ્રાથમિક સુવિધાઓ સહિતના વિકાસલક્ષી કામો પૂર્ણ કરશે. ભાજપ દ્વારા જે પણ મેનિફેસ્ટોમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે કામ કરશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ને કોઈ ગંભીરતાથી લેતું નથી.

પત્રકાર પરિષદમાં વડોદરા વાઘોડિયાના કહેવાતા દબંગ નેતા- ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપા સામે બાંયો ચઢાવી હતી તે અંગે સી.આર.પાટીલે ગોળ ગોળ જવાબો આપી વાતને ટાળી દીધી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.