ભાજપ કોરોના માસ્ક ને બદલે મોદી-શાહના માસ્ક વેચી ને પ્રચાર કરી રહ્યો છે !

www.mrreporter.in
Spread the love

રાજનીતિ – મી.રિપોર્ટર, 28મી ઓક્ટોબર 

રાજ્યમાં કોરોના ના કહેર વચ્ચેજ  વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાજપ દ્વારા મતદારો અને કાર્યકરોને કોરોના માસ્ક આપવાને બદલે ભાજપ લોગો સાથે મોદી, અમિત શાહ અને રૂપાણીનાં ફેસમાસ્ક આપવામાં આવી રહ્યાં છે. ભાજપની આચૂંટણી રણનીતિ થી મતદારોને કોરોના થી રક્ષણ મળશે કે નુકશાન થશે ? તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

ગુજરાતની 8 બેઠક પર પેટાચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફેસમાસ્કથી લઇને કટ આઉટ, ટોપી, ઝંડા સહિતની 36 વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જુદી જુદી 36 જેટલી વસ્તુઓ, પત્રિકાઓ પ્રચાર-પ્રસાર માટે બનાવવામાં આવી છે, જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો તેમજ વિવિધ વર્ગો માટે અલગ-અલગ પ્રકારનાં પ્રચાર સાહિત્ય અને વસ્તુઓ બનાવવામાં આવ્યાં છે, જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની કામગીરીની વિગતો-સૂત્રો સાથેની પોકેટ બુક, પત્રિકાઓ, ટોપી, ઝંડા, સ્ટિકર્સ વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ચૂંટણી પ્રચાર સહીત ની 36 વસ્તુઓમાં જો સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત છે, ભાજપ નો ચૂંટણી અંગે નો માસ્ક. કોરોના ના સમયમાં લોકોની સલામતી મોટો પ્રશ્ન હોય તેવા સંજોગોમાં કોરોના માસ્ક ની જગ્યાએ ભાજપના લોગો, pm મોદી,  ગૃહમંત્રી અમિત શાહ ના માસ્ક ભાજપના પ્રચારમાં ઉતારતા જ લોકોના મનમાં કોરોના સામે બચાવવા માટે સરકારની તત્પરતા કરતા સરકાર પોતાની પાર્ટી અને પોતાના નેતાઓ વધુ પ્રચાર થાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જેને લઈને અનેક પ્રશ્નો સામાન્ય જનતા અને કોંગ્રેસ ના નેતા- કારકર્તામાં થઇ થઇ રહ્યો છે. 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)